ડિવિલિયર્સના સમર્થનમાં આવ્યો કોહલી, મારા ભાઈ! તમે મારી નજરમાં સૌથી ઈમાનદાર
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સનું સમર્થન કર્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અબ્રાહમ ડિવિલિયર્સે શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક પોસ્ટમાં એકવાર ફરી સ્પષ્ટ કર્યું કે, તેણે ક્યારેય વિશ્વ કપ ટીમમાં સામેલ થવા માટે જીદ કરી નથી, પરંતુ આ સાથે તેણે સ્વીકાર્યું કે, વિશ્વ કપ ટીમની જાહેરાત પહેલા તેણે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને અનઔપચારિક વાતમાં કહ્યું હતું કે, જો જરૂર પડી તો હું વાપસી કરી શકું છું. ડિવિલિયર્સે મે 2018મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી હતી.
— AB de Villiers (@ABdeVilliers17) July 12, 2019
બીજીતરફ આ વિવાદ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સને સમર્થન આપ્યું છે. વિરાટે કહ્યું કે, ડિવિલિયર્સ તેની નજરમાં સૌથી ઈમાનદાર અને પ્રતિબદ્ધ વ્યક્તિ છે.
વિરાટે ડિવિલિયર્સની પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું, 'મારા ભાઈ, તમે મારી નજરમાં સૌથી ઈમાનદાર અને પ્રતિબદ્ધ વ્યક્તિ છો. મને તે જોઈને દુખ થયું કે, તમારી સાથે આમ થયું. પરંતુ હું તમારી સાથે છું અને તમારા પર મને વિશ્વાસ છે. તે જોઈને પણ ખરાબ લાગ્યું કે કેટલાક લોકો તમારી વ્યક્તિગત જિંદગીમાં પણ દખલનો પ્રયત્ન કરી રહ્યાં છે. તમને અને તમારા પરિવારને પ્રેમ. મારો અને અનુષ્કાનો હંમેશા તમને સપોર્ટ મળશે.'
પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે પણ ડિવિલિયર્સનું સમર્થન કર્યું છે. તેણે લખ્યું, 'મારા પ્રિય મિત્ર, તમે તે નવરત્નોમાંથી એક છો જેની સાથે અમે ક્રિકેટ રમ્યા છીએ. તમારા વગર આ વિશ્વકપમાં આફ્રિકાની જીતનો એકપણ અવસર નહતો. તમને ટીમમાં સામેલ ન કરવાની કિંમત તમારા દેશે ચુકવવી પડી. જેટલો મોટો ખેલાડી એટલી મોટી ટીકા. અમે બધા જાણીએ છીએ કે તમે કેટલા જેન્ટલમેન છો. સન્માન.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે