World Cup જીતનારી ટીમને મળશે આટલા કરોડ રૂપિયા, આ ટીમો પર પણ થશે ધનવર્ષા

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થયેલા અને 14 જુલાઈએ સમાપ્ત થતા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં કુલ 70 કરોડ રૂપિયાની ઇનામી રકમ દાવ પર લાગી છે.

 World Cup જીતનારી ટીમને મળશે આટલા કરોડ રૂપિયા, આ ટીમો પર પણ થશે ધનવર્ષા

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા વિશ્વ કપ 2019મા માત્ર ત્રણ મેચ બાકી છે, જેમાં બે સેમિફાઇનલ અને એક ફાઇનલ મેચ સામેલ છે. વિશ્વ કપ 2019ની પ્રથમ સેમિફાઇનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 9 જુલાઈ અને બીજી સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 11 જુલાઈએ રમાશે. તો વિશ્વ કપની 12મી સિઝનની ફાઇનલ મેચ 14 જુલાઈએ લોર્ડ્સમાં રમાશે. 

વિશ્વ કપ 2019 જીતનારી ટીમનો ખુલાસો14 જુલાઈએ થશે. પરંતુ તે નક્કી થઈ ગયું છે કે, ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડમાંથી કોઈ ટીમ ટાઇટલ પોતાના નામે કરશે કારણ કે આ ચાર ટીમ સેમિફાઇનલમાં પહોંચી છે. પ્રથમ અને બીજી સેમિફાઇનલ જીતનારી ટીમ ફાઇનલમાં ટકરાશે. પરંતુ શું તમે જાણો છો આશરે દોઢ મહિના સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં વિનરને કેટલી ઈનામી રકમ મળવાની છે... આવો અમે જણાવીએ. 

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થયેલા અને 14 જુલાઈએ સમાપ્ત થતા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં કુલ 70 કરોડ રૂપિયાની ઇનામી રકમ દાવ પર લાગી છે. વિશ્વ કપ 2019ની વિજેતા ટીમને આ રકમમાંથી 4 મિલિયન ડોલર એટલે કે આશરે 28 કરોડ રૂપિયા મળશે. તો ટાઇટલની રનર્સ-અપ ટીમ પર પણ રૂપિયાનો વરસાદ થશે. આઈસીસી પ્રમાણે વિશ્વ કપ 2019ના ફાઇનલમાં હારનારી ટીમને 2 મિલિયન ડોલર એટલે કે 14 કરોડ રૂપિયા આપવામાં આવશે. 

લંડનના લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાનારી ફાઇનલની વિજેતા ટીમને ચમકતી ટ્રોફીની સાથે 4 મિલિયન ડોલર (આશરે 28 કરોડ રૂપિયા)નો ચેક પ્રદાન કરવામાં આવશે. આ સિવાય સેમિફાઇનલમાં હારનારી બે ટીમોને 5.5-5.5 કરોડ રૂપિયા આપવામાં આવશે. 

ક્રિકેટ વિશ્વ કપ ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી રકમ દાવ પર છે. આ વિશ્વ કપમાં 45 લીગ મેચ રમાઇ ચુકી છે અને 3 નોકઆઉટ મેચ બાકી છે. આ દરમિયાન 6 ટીમ, અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમ બહાર થઈ ગઈ છે. 

વિશ્વ કપ 2019ની પુરસ્કાર રાશિ (રૂપિયામાં)

વિશ્વ કપ 2019ની વિજેતા ટીમને 28 કરોડ રૂપિયા, એક ટ્રોફી અને ખેલાડીઓને વિનર બેઝ

વર્લ્ડ કપ 2019ની રનર્સ-અપ ટીમને 14 કરોડ રૂપિયા અને ખેલાડીઓને રનરઅપ બેઝ

વિશ્વ કપ 2019મા સેમિફાઇનલમાં હારનારી બંન્ને ટીમોને 5.5 કરોડ રૂપિયા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news