બરૂન અને પશ્મિન લગ્નના આઠ વર્ષ પછી બન્યા માતા-પિતા, દીકરીનું નામ રાખ્યું છે....

બરુન અને પશ્મિન બાળપણના મિત્રો છે. સ્કૂલમાં બંને સાથે જ ભણતા હતા. કોલેજમાં આવ્યા ત્યારે એકબીજાને પ્રેમ કરતા હોવાનો અહેસાસ થયો. 

બરૂન અને પશ્મિન લગ્નના આઠ વર્ષ પછી બન્યા માતા-પિતા, દીકરીનું નામ રાખ્યું છે....

મુંબઈ : લોકપ્રિય ટીવી સિરિયલ ઇસ પ્યાર કો ક્યા નામ દૂંમા અર્ણવ સિંહ રાયઝાદાનો રોલ ભજવીને લોકપ્રિયતમા મેળવનાર એક્ટર બરૂણ સોબતી અને તેની પત્ની પશ્મિન લગ્નના આઠ વર્ષ પછી માતા-પિતા બની ગયા છે. પશ્મિને દીકરીને જન્મ આપ્યો છે. બરુનની દીકરીનો જન્મ 28 જૂનના રોજ થયો છે. બરૂને તેની દીકરીનું નામ સિફત રાખ્યું છે. સિફતનો અર્થ ભગવાનનો વિશિષ્ટ ગુણ અથવા ઈશ્વરની પ્રશંસા થાય છે.

બરુન સોબતી હંમેશા પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર રાખતો આવ્યો છે. તેની પત્નીની પ્રેગ્નેન્સીની ખબર પણ છેલ્લા અઠવાડિયાઓ સુધી બહાર નહોતી આવી. થોડા સમય પહેલા જ બરુનની પત્ની પશ્મિનનું બેબી શાવર યોજાયું હતું. જેમાં એક્ટરના ટીવી ઈન્ડસ્ટ્રીના નજીકના મિત્રો સામેલ થયા હતા. આ બેબી શાવરમાં સનાયા ઈરાની, દલજીત કૌર, કરણ વાહી, અક્ષય ડોગરા, મોહિત સેહગલ, સાંઈ દેઓધર અને ગૌતમ હેગડે જેવા સેલેબ્સ બેબી શાવરમાં હાજર રહ્યા હતા.

બરુન અને પશ્મિન બાળપણના મિત્રો છે. સ્કૂલમાં બંને સાથે જ ભણતા હતા. કોલેજમાં આવ્યા ત્યારે એકબીજાને પ્રેમ કરતા હોવાનો અહેસાસ થયો. ડિસેમ્બર 2010માં બરુન અને પશ્મિને લગ્ન કર્યા. વર્કફ્રંટની વાત કરીએ તો, બરુન સોબતી છેલ્લે ટીવી સિરિયલ ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂં 3’માં દેખાયો હતો. આ સિવાય તે વેબ સીરિઝના શૂટિંગ પણ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news