Team india પર આ કેવું સંકટ, 100, 200 અને 300 રન બનાવનાર બેટ્સમેનનો ટીમમાં સમાવેશ નહીં
BCCI, Team india: વન-ડે વર્લ્ડકપ 2023ની તૈયારીઓમાં જોડાયેલી ટીમ ઈન્ડિયા સામે અનેક પ્રકારના પડકાર છે. એક મોટો પડકાર એ છે કે આટલા મોટા પુલમાં કેવી રીતે શાનદાર 11 ખેલાડીઓને પસંદ કરવામાં આવે. આ પ્રક્રિયામાં અનેક ખેલાડીઓને તક મળી રહી નથી. જે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્લી: ભારતીય ટીમ હાલમાં શ્રીલંકા સામે વન-ડે મેચ રમી રહી છે. ગુવાહાટીમાં રમાયેલી પહેલી વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાએ 67 રનથી જીત મેળવી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 113 રનની શાનદાર ઈનિંગ્સ રમીને 2023ની શરૂઆત કરી. પરંતુ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 સામે સવાલ ઉભા થયા હતા. કેમ કે ફોર્મમાં ચાલી રહેલ સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનને ટીમમાં જગ્યા મળી નથી. આ બંને ખેલાડી ટીમ ઈન્ડિયા માટે ખાસ છે. કેમ કે સૂર્યાએ પોતાની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. જ્યારે ઈશાન કિશને પોતાની છેલ્લી મેચમાં બેવડી સદી ફટકારી હતી. હવે આ યાદીમાં વધુ એમ નામ જોડાયું છે. પૃથ્વી શો. જેણે હાલમાં રણજી મેચમાં રેકોર્ડ 379 રનની ઈનિંગ્સ રમી હતી. પરંતુ ખાસ વાત એ છે કે આ ત્રણેય ખેલાડી ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં જગ્યા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
1. સૂર્યકુમાર યાદવ:
વર્ષ 2022માં ટી-20 ક્રિકેટમાં ધમાલ મચાવનારા સૂર્યકુમાર યાદવે આ વર્ષની શરૂઆત પણ ધમાકેદાર રીતે કરી. શ્રીલંકા સામે રમાયેયી ટી-20 સિરીઝમાં સૂર્યકુમાર યાદવે શાનદાર સદી ફટકારી હતી. સૂર્યાએ રાજકોટમાં રમાયેલી ટી-20 મેચમાં 112 રનની ઈનિંગ્સ રમી પરંતુ તેમ છતાં વન-ડે સિરીઝમાં તેને જગ્યા ન મળી.
2. ઈશાન કિશન:
શ્રીલંકા સિરીઝ માટે વિકેટકીપર બેટ્સમેનની તરીકે જોડાયેલા ઈશાન કિશનને પહેલી અને બીજી મેચમાં પ્લેઈંગ-11માં જગ્યા ન મળી. તેને બેંચ પર બેસવાનો વારો આવ્યો. આ ત્યારે થયું જ્યારે બાંગ્લાદેશ સામે રમાયેલી સિરીઝની છેલ્લી મેચમાં તેણે બેવડી સદી ફટકારી હતી. તે મેચમાં રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતાં ઈશાન કિશનને બેટ્સમેન તરીકે ટીમમાં જગ્યા મળી હતી. જેમાં તેણે 210 રનની ઈનિંગ્સ ફટકારી હતી.
3. પૃથ્વી શો:
છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયામાં વાપસીનો ઈંતઝાર કરી રહેલ પૃથ્વી શો સતત રન બનાવી રહ્યો છે. હવે રણજી ટ્રોફીમાં બુધવારે તેમે કમાલ કરી દીધી. જ્યારે મુંબઈ માટે રમતાં શોના બેટમાંથી 379 રન નીકળ્યા. પરંતુ 23 વર્ષના પૃથ્વી શોનું નસીબ સાથ નથી આપતું. જેના કારણે તે ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી.
વારંવાર આવું કેમ થઈ રહ્યું છે:
હાલના સમયમાં ટીમ ઈન્ડિયામાં પુલ એટલું મોટું થઈ ગયું છે કે માત્ર 11 ખેલાડીઓની પસંદગી કરવી એક મુશ્કેલીભર્યુ કામ છે. એવામાં દરેક વખતે કોઈને કોઈ શાનદાર ખેલાડી કે ફોર્મમાં ચાલી રહેલ ખેલાડી રમી શકતો નથી. કેમ કે ટીમ મેનેજમેન્ટ અનેક વસ્તુને ધ્યાનમાં રાખીને એક કોમ્બિનેશન બનાવે છે અને તેની સાથે મેચમાં ઉતરે છે. જોકે શિખર ધવન, ઋષભ પંચ અને લોકેશ રાહુલની કેપ્ટનશીપમાં આ ખેલાડીઓને તક મળતી હતી. પરંતુ સિનિયર્સના ટીમમાં આવતાની સાથે જ આ યુવા ખેલાડીઓની જગ્યા પર મોટું સંકટ સર્જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે