કોહલી બોલ્યો- ઈંગ્લેન્ડમાં કોઇ કશું સાબિત કરવા આવ્યા નથી

ભારતે આ શ્રેણીના પ્રથમ ત્રણ મેચ માટે ત્રણ સ્પિનર કુલદીપ યાદવ, આર અશ્વિન અને જાડેજાને પસંદ કર્યા છે. મેચમાં અંતિમ-11માં કોને જગ્યા મળશે તેના પર અનુમાન લગાવવું મુશ્કેલ છે. 
 

કોહલી બોલ્યો- ઈંગ્લેન્ડમાં કોઇ કશું સાબિત કરવા આવ્યા નથી

બર્મિંઘમઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, તેમનું ધ્યાન એકાગ્ર રહીને પોતાના પ્રદર્શનને સારૂ કરવા પર રહે છે. ન કે કોઇને તે સાબિત કરવા પર કે તે શું કરી શકે છે. ભારતીય ટીમ આ સમયે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ભારતે અહીં પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેનો પ્રથમ મેચ બુધવારે એજબેસ્ટનમાં શરૂ થઈ રહ્યો છે. 

વિરાટનો અંતિમ ઈંગ્લેન્ડ પ્રવાસ ખરાબ રહ્યો હતો. તેવામાં તેના પ્રવાસ પર ઘણા ક્રિકેટ પંડિતો અને પૂરા ભારતની નજર ટકેલી છે. પરંતુ ભારતીય કેપ્ટનનું કહેવું છે કે તે ઈંગ્લેન્ડમાં કોઈએ કંઇ સાબિત કરવા આવ્યા નથી. તે બધા એકાગ્ર રહીને પોતાનું ક્રિકેટ રમવા ઈચ્છે છે અને ટીમને આગળ લઈ જવા ઈચ્છે છે. 

મેચ પહેલા સંવાદદાતા સંમેલમાં વિરાટે કહ્યું, શરૂઆતી દિવસોમાં હું ઘણું બધું વાંચતો હતો. ત્યારે મને મારી આલોચનાઓ પરેશાન કરતી હતી. પરંતુ ઈમાનદારીથી કહું તો હવે વાંચતો નથી. દક્ષિણ આફ્રિકામાં બે ટેસ્ટ મેચ સુધી મને ખ્યાલ ન હતો કે શું ચાલી રહ્યું છે. મારૂ ધ્યાન માત્ર મારી તૈયારી અને ટીમ પર રહે છે. 

— BCCI (@BCCI) July 31, 2018

વિરાટે કહ્યું, જો હું આ તમામ વસ્તુ પર પોતાનું ધ્યાન લગાવીશ તો હું મારી માનસિક શાંતિ ખતમ કરી દઈશ. હું જ્યારે બેટિંગ કરવા જાવ છું ત્યારે મારા હાથમાં બેટ હોય છે. મારે સાફ માનસિકતામાં રહે છે અને તે હું ત્યારે જ કરી શકી જ્યારે હું મારા પર ધ્યાન આપીશ. હું સારા રન બનાવવા ઈચ્છું છું અને ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા ઈચ્છું છું. 

તેણે કહ્યું, તમારે તે વસ્તુ પર ધ્યાન આપવાનું હોય છે, જે તમે કરવા ઈચ્છો છો. તમને તમારી ક્ષમતા પર વિશ્વાસ હોવો જોઈએ. આમ કરવાથી મને ખ્યાલ આવે છે કે મારે શું કરવું છે. આ બધી પોતાના પર વિશ્વાસની વાત છે. જો તમારામાં વિશ્વાસ નથી તો તમે ભારતની ફ્લેટ પિચ પર પણ આઉટ થઈ જશો. જો તમને તમારામાં વિશ્વાસ છે તો તમે ગ્રીન ટોપ પિચ પર પણ ર બનાવી શકો છો. 

વિરાટે ટીમ સંયોજન પર કંઇ ન કહ્યું. તેણે કહ્યું કે ટેસ્ટ ટીમમાં સંતુલન ખુબ જરૂરી હોય છે અને તેને ધ્યાનમાં લઈને ટીમ મેનેજમેન્ટની સાથે મળીને અંતિમ-11 પર નિર્ણય કરશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news