Virat Kohli અને Babar Azam માં કોણ છે સૌથી સારો કેપ્ટન? આ દિગ્ગજ ખેલાડીએ આપ્યું મહત્વનું નિવેદન
પાકિસ્તાનના ઓસ્ટ્રેલિયન બેટિંગ સલાહકાર મેથ્યુ હેડનને કોઈ શંકા નથી કે વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં યુવા બાબર આઝમ કરતાં વધુ સિદ્ધિઓ હાંસલ કરી છે..
- વિરાટ અને બાબર કોણ શ્રેષ્ઠ?
- મેથ્યુ હેડને બંને વચ્ચેનો તફાવત જણાવ્યો
- વિરાટ અને બાબરની કેપ્ટન્સી અલગ છે
Trending Photos
કરાચી: પાકિસ્તાનના ઓસ્ટ્રેલિયન બેટિંગ સલાહકાર મેથ્યુ હેડનને કોઈ શંકા નથી કે વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં યુવા બાબર આઝમ કરતાં વધુ સિદ્ધિઓ હાંસલ કરી છે પરંતુ જ્યારે વાત "બોલને સતત પ્રતિભાવ"ની આવે છે, ત્યારે પાકિસ્તાની કેપ્ટન કોઈથી ઓછા નથી.
વિરાટ અને બાબરમાં કોણ શ્રેષ્ઠ?
દુબઈથી પાકિસ્તાની મીડિયા સાથે વાતચીત દરમિયાન હેડને જણાવ્યું હતું કે, બેટ્સમેનની શાનદાર ક્ષમતાને જોતા બાબર અને કોહલીની વચ્ચે તુલના થવી સ્વાભાવિક છે, કારણ કે બન્ને કેપ્ટન છે. હેટનને જોકે લાગે છે કે બાબર ભારતીય કેપ્ટન કોહલી જેટલો ઝડપી નથી.
બન્ને ખેલાડીઓમાં ફર્ક
મેથ્યુ હેડને (Matthew Hayden) કહ્યું, 'બાબર અને તેના વ્યક્તિત્વને જુઓ તો તમેને તેની બેટિંગ પણ (તેમના વ્યક્તિત્વની જેમ) તેવી જ દેખાય છે. તેઓ ઘણા નિરંતર છે. તેઓ ઘણા કાયમી પણ છે. પરંતુ તેઓ બહુ આક્રમક નથી. ,
વિરાટ અને બાબરની કેપ્ટનશીપ અલગ અલગ
મેથ્યૂ હેડને વધુમાં જણાવ્યું હતું કે, હું જે રીતે જોવું છું, તેઓ એક બીજાથી વિપરીત છે. બાબર સૌથી વધુ ઘણા સંયમિત દેખાય છે અને ઉંડાણપૂર્વક કેપ્ટનશીપ અને બેટિંગ કરે છે, જ્યારે કોહલી ખૂબ જ ઝનૂની છે અને પોતાની જાતને એક્સપ્રેશનથી વ્યક્ત કરે છે અને મેદાન પર ખૂબ જ મહેનતુ છે.
કોહલી ક્રિકેટની દુનિયામાં એક મુકામે પહોંચ્યા છે
ઓસ્ટ્રેલિયનના મહાન ઓપરન બેટ્સમેનમાં જેની ગણતરી થઈ રહી છે તેવા મેથ્યૂ હેડને જણાવ્યું હતું કે, કોહલીએ વર્લ્ડ કલાસ બેટ્સમેન તરીકે ક્રિકેટની દુનિયામાં ઘણી પ્રશંસા અને સિદ્ધિઓ મેળવી છે અને તમામ ફોર્મેટમાં ઘણી સ્પેશિય રીતે ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે.
હજુ યંગ છે કેપ્ટન બાબર
મેથ્યૂ હેડને જણાવ્યું કે, બાબર આઝમ હજુ કેપ્ટન તરીકે ઘણા યુવાન છે, પરંતુ મેં જે જોયું છે કે તેઓ દરરોજ કંઈક નવું શીખી રહ્યા છે અને તે ઘણા ઝડપથી શીખે પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે