Viral Video: કચરામાં ભોજન શોધી રહ્યો હતો વ્યક્તિ, અચાનક છોકરીએ કર્યું એવું, જેને જોઇને દિલ હારી બેસશો તમે

દયાળુ લોકો દુનિયા માટે વરદાન સાબિત થાય છે, સાચી વાત છે ને! લોકોનું માનવું છે કે દયાળુતા અને ઉત્સાહી સ્વભાવ અને પોતાના નિસ્વાર્થ કાર્યોથી કોઇપણનો દિવસ સુધરી શકે છે. તમે વિચારી રહ્યા હશો કે અમે આ વિશે કેમ વાત કરી રહ્યા છીએ.

Viral Video: કચરામાં ભોજન શોધી રહ્યો હતો વ્યક્તિ, અચાનક છોકરીએ કર્યું એવું, જેને જોઇને દિલ હારી બેસશો તમે

Viral Video: દયાળુ લોકો દુનિયા માટે વરદાન સાબિત થાય છે, સાચી વાત છે ને! લોકોનું માનવું છે કે દયાળુતા અને ઉત્સાહી સ્વભાવ અને પોતાના નિસ્વાર્થ કાર્યોથી કોઇપણનો દિવસ સુધરી શકે છે. તમે વિચારી રહ્યા હશો કે અમે આ વિશે કેમ વાત કરી રહ્યા છીએ. ચાલો અમે જણાવીએ આખરે તેની પાછળ શું કારણ છે. જોકે કચરામાં એક વ્યક્તિ ભોજન શોધી રહ્યો હતો. ત્યારે ત્યાં હાજર એક છોકરીએ તેને કચરામાંથી ભોજન ખાતો અટકાવ્યો અને પછી કંઇક એવું કર્યું, જેને જોયા પછી તમે તમારું દિલ હારી બેસશો. 

ભૂખ્યા વ્યક્તિની છોકરીએ આ રીતે કરી મદદ 
જી હાં, જો આ દ્રશ્ય કેમેરામાં રેકોર્દ ન થયું હોત તો તમે સરળતાથી આ વાતનો વિશ્વાસ કરી શકતા નથી. વીડિયોમાં જોઇ શકાય છે કે એક ભૂખ્યો વ્યક્તિ પોતાના ભોજન માટે આમતેમ ભટકી રહ્યો હતો. ત્યારે તે લીલા રંગના કચરાના ડબ્બામાં કંઇક શોધવા લાગે છે. તેને જોઇને ત્યાં સિગિંગ કરી રહેલી એક છોકરી પોતાનું ગીત અટકાવી દીધી છે અને પછી પોતાની ટોકરીથી પૈસા કાઢીને આપી દે છે જેથી તે કોઇ ફૂડ શોપ પર જઇને કંઇક ખરીદી કરી શકે છે. આ વીડિયોએ લોકોનું દિલ જીતી લીધું. 

સોશિયલ મીડિયા પર થઇ રહી છે જોરદાર પ્રશંસા
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જોવામાં આવી રહ્યો છે. આ વીડિયોને સિંગર લિવ હારલેંડએ ઇંસ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. વીડિયોમાં ધ્યાન આપશો તો લિવએ જ્યારે તેને પૈસા આપ્યા તો જતી વખતે તેનો ધન્યવાદ જરૂર કર્યો છે. તેમણે પોતાની પોસ્ટની કેપ્શનમાં લખ્યું, 'કર્મ એક મહાન વસ્તુ છે! હંમેશા દયાળુ રહો અને દયા જરૂર પરત આવે છે.' આ વીડિયોને લગભગ 13 હજાર જોવામાં આવી ચૂક્યો છે. લોકો આ વીડિયોને જોયા પછી દિલ ખોલીને પ્રશંસા કરી રહ્યા છે. કોમેન્ટ બોક્સમાં યૂઝર્સ દ્વારા છોકરીના દયાળુ સ્વભાવની પ્રશંસા કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news