વિરાટ અને તેની ટીમે શાનદાર પ્રદર્શન કર્યુઃ વિવિયન રિચર્ડ્સ

ભારતીય ટીમે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ 2-1થી પોતાના નામે કરી હતી. બંન્ને  દેશોના ક્રિકેટના 71 વર્ષના ઈતિહાસમાં ભારતે પ્રથમવાર ઓસ્ટ્રેલિયાની જમીન પર ટેસ્ટ સિરીઝ જીતી છે. 

વિરાટ અને તેની ટીમે શાનદાર પ્રદર્શન કર્યુઃ વિવિયન રિચર્ડ્સ

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી વિવિયન રિચર્ડ્સે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતનારી ભારતીય ક્રિકેટ ટીમને શુભકામના આપતા તેની સિદ્ધિને શાનદાર ગણાવી છે. ભારતીય ટીમે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ 2-1થી પોતાના નામે કરી હતી. વરસાદને કારણે સિડની ટેસ્ટ સોમવારે ડ્રો પર સમાપ્ત થયો હતો. બંન્ને દેશોના ક્રિકેટના 71 વર્ષના ઈતિહાસમાં ભારતે પ્રથમવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી હતી. 

સિચર્ડ્સે વીડિયો મેસેજમાં કહ્યું, મારે આ તકે વિરાટ અને તેની ટીમને ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારના શાનદાર પ્રદર્શન માટે શુભેચ્છા આપવી જોઈએ. તે હંમેશા મુશ્કેલ હોય છે કે, તમે વિજય મેળવો. 

વેસ્ટ ઈન્ડિઝના 66 વર્ષના આ ખેલાડીએ મેન ઓફ ધ સિરીઝ બનેલા ચેતેશ્વર પૂજારાની પણ પ્રશંસા કરી હતી. પૂજારાએ સિરીઝમાં 3 સદી અને 74ની એવરેજથી 521 રન બનાવ્યા હતા. તેમણે કહ્યું, પૂજારાએ શાનદાર બેટિંગ કરી. મને તે સાચુ સોનું લાગ્યો. તમામે સારૂ પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ અને મારા મિત્ર રવિ શાસ્ત્રીને શુભકામનાઓ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news