અમદાવાદ: 2 દિવસમાં BRTSની ટક્કરે 3ના મોત, છેલ્લા ચાર વર્ષમાં 163 અકસ્માત
અમદાવાદમાં બીઆરટીએસ બસ મોતની બસ બની છે. કારણ કે બે દિવસમાં જ બીઆરટીએસ સાથે થયેલા અકસ્માતના 2 બનાવમાં 3 વ્યક્તીઓના મોત નિપજ્યા છે. ત્યારે આટલી ગંભીર બાબત હોવા છતા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓ આ મામલે મૌન ધારણ કરીને બેઠા છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદમાં બીઆરટીએસ બસ મોતની બસ બની છે. કારણ કે બે દિવસમાં જ બીઆરટીએસ સાથે થયેલા અકસ્માતના 2 બનાવમાં 3 વ્યક્તીઓના મોત નિપજ્યા છે. ત્યારે આટલી ગંભીર બાબત હોવા છતા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓ આ મામલે મૌન ધારણ કરીને બેઠા છે.
અમદાવાદની ઓળખ બની ચૂકેલી બીઆરટીએસ સેવા ફરીથી વિવાદમાં આવી છે. કારણ છે ફરીથી બીઆરટીએસ કોરીડોરમાં અકસ્માતના બનાવોમાં વધારો નોંધાયો છે. જેમાં બે દિવસમાં જ 3 લોકોના મોત થયા છે, જ્યારે અન્યને ઇજા પહોંચી છે. જેને લઇને બીઆરટીએ બસ મોતની બસ તરીકે ઓખળાવા લાગી છે. બીઆરટીએસ કોરીડોરમાં બેરોકટોક રીતે ઘૂસી જતા વાહનો અને તે બાદ સર્જાતા અકસ્માતના મુદ્દો વધુ ગંભીર બન્યો છે.
જયંતિ ભાનુશાલી હત્યા કેસ: છબીલ પટેલ સહિત પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ
મહત્વનુ છેકે 2014 થી 31 માર્ચ 2017 સુધી બીઆરટીએસ દ્વારા નાના મોટા 163 અકસ્માત સર્જાયા છે. જેમાં 21 લોકો મોતને ભેટી ચૂક્યા છે. એક નજર કરી પાછલા વર્ષોમાં બીઆરટીએસ કોરીડોર અથવા તો કોરીડોરની બહાર બીઆરીએટસ બસ સાથેની ટક્કરમાં સર્જાયેલા અકસ્માતના આંકડા પર...
વર્ષ | મોત | સામાન્ય અકસ્માત |
2014 | 10 | 59 |
2015 | 3 | 52 |
2016 | 5 | 28 |
2017 | 3 | 24 |
કુલ | 21 | 163 |
મહત્વનું છેકે બે દિવસમાં મેગાસીટીમાં જુદા જુદા કારણોસર બીઆરટીએસ બસના બે અકસ્માતમાં 3ના મોત થયા હોવા છતા એએમસીના અધિકારીઓ આ મામલે કઇપણ બોલવા તૈયાર નથી. અમદાવાદ જનમાર્ગ લીમીટેડનો કાર્યભાર સંભાળતા ડેપ્યુટી કમિશ્નર તો આ મામલે મીડિયા સામે આવવા પણ તૈયાર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે