IND vs SL 1st T20: પહેલી ટી20માં આવી હશે ભારત અને શ્રીલંકાની પ્લેઇંગ 11, જાણો પિચ રિપોર્ટ અને મેચ પ્રીડિક્શન

IND vs SL 2023: મંગળવારે ભારત અને શ્રીલંકા વચ્ચે 3 ટી20 મેચોની સિરીઝની પહેલી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સંભાળશે. 

IND vs SL 1st T20: પહેલી ટી20માં આવી હશે ભારત અને શ્રીલંકાની પ્લેઇંગ 11, જાણો પિચ રિપોર્ટ અને મેચ પ્રીડિક્શન

નવી દિલ્હીઃ IND vs SL 1st T20 Playing XI & Pitch Report: ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝ રમાશે. આ ટી20 સિરીઝ બાદ બંને દેશો વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ પણ રમાશે. મંગળવારે 3 ટી20 મેચ સિરીઝની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના હાથમાં હશે. આ પહેલા ટી20 વિશ્વકપની સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં શ્રીલંકાનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું. 

શું બેટિંગને અનુકૂળ હશે વાનખેડેની વિકેટ?
ભારત અને શ્રીલંકા વચ્ચે સિરીઝની પ્રથમ ટી20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. વાનખેડેની વિકેટની વાત કરીએ તો તે બેટિંગ માટે શાનદાર હોય છે. આ પિચ પર બોલ પડ્યા બાદ ઝડપથી બેટ પર આવે છે. આ કારણે બેટિંગ કરવી સરળ રહે છે. પરંતુ આ સિવાય વાનખેડેની પિચ પર ફાસ્ટ બોલરોને મદદ મળે છે. ખાસ કરીને વાનખેડેની વિકેટ પર ફાસ્ટ બોલર બોલ સ્વિંગ કરાવી શકે છે. 

પહેલી ટી20 મેચ માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજૂ સેમસન, વોશિંગટન સુંદર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.

પહેલી ટી20 મેચ માટે શ્રીલંકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, ચરિત અસલંકા, ભાનુક રાજપક્ષે, દાસુન શનાકા (કેપ્ટન), વાનિંદુ હસરંગા, ચમિકા કરૂણારત્ને, મહેશ તીક્ષણા, લાહિરૂ કુમારા અને દિલશાન મદુશંકા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news