AUS OPEN માં મોટો અપસેટ, 22 વર્ષના સિતસિપાસે રાફેલ નડાલને હરાવી રચ્યો ઈતિહાસ

સ્ટેફાનોસ સિતસિપાસની આ જીતને ટેનિસ ઈતિહાસની સર્વશ્રેષ્ઠ વાપસીના રૂપમાં યાદ રાખવામાં આવશે કારણ કે ઈતિહાસમાં માત્ર બીજીવાર થયું જ્યારે સ્પેનના રાફેલ નડાલે શરૂઆતી બે સેટ જીત્યા બાદ કોઈ મેચ હારી છે. 
 

AUS OPEN માં મોટો અપસેટ, 22 વર્ષના સિતસિપાસે રાફેલ નડાલને હરાવી રચ્યો ઈતિહાસ

મેલબોર્નઃ દિગ્ગજ ટેનિસ ખેલાડી (Rafael Nadal) નું 21મું ગ્રાન્ડસ્લેમ જીતવાનું સપનું ઓસ્ટ્રેલિયન ઓપન (AUS OPEN) ના ક્વાર્ટર ફાઇનલમાં હારીને અધુરુ રહી ગયું છે. ગ્રાન્ડસ્લેમની 225 મેચના કરિયરમાં બુધવારે આવુ માત્ર બીજીવાર થયું જ્યારે બે સેટમાં લીડ લીધા બાદ તેણે હારનો સામનો કરવો પડ્યો છે. 

સિતસિપાસે (S. Tsitsipas) તેને 3-6, 2-6, 7-6, 6-4, 7-5થી હરાવીને સેમિફાઇનલની ટિકિટ મેળવી છે. યૂનાનના 22 વર્ષીય આ ખેલાડીએ હવે ફાઇનલમાં પહોંચવા માટે 2019ના યૂએસ ઓપનના રનર્સ અપ દાનિલ મેદવેદેવ સામે શુક્રવારે ટકરાવાનું છે. 

સિતસિપાસે રચ્યો ઈતિહાસ
સ્ટેફાનોસ સિતસિપાસની આ જીતને ટેનિસ ઈતિહાસની સર્વશ્રેષ્ઠ વાપસીના રૂપમાં યાદ રાખવામાં આવશે કારણ કે ઈતિહાસમાં માત્ર બીજીવાર થયું જ્યારે સ્પેનના રાફેલ નડાલે શરૂઆતી બે સેટ જીત્યા બાદ કોઈ મેચ હારી છે. 

— #AusOpen (@AustralianOpen) February 17, 2021

એક અન્ય સેમિફાઇનલમાં સર્વોચ્ચ રેન્કિંગ ખેલાડી નોવાક જોકોવિચનો સામનો 114મી રેન્કિંગ ધરાવતા ખેલાડી અસલાન કારાત્સેવ સામે થશે. સિતસિપાસ અને મેદવેવેદે અત્યાર સુધી એકપણ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યુ નથી, જ્યારે કારાત્સેવ પ્રથમવાર ગ્રાન્ડસ્લેમ રમી રહ્યો છે. 

રશિયાના ટેનિસ ખેલાડી મેદવેદેવે ગરમીને કારણે સ્નાયુમાં ખેંચાવ આવ્યા બાદ પણ ક્વાર્ટર ફાઇનલમાં બુધવારે અહીં પોતાના દેશના આંદ્રેય રૂબલેવને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ચોથી વરીયતા પ્રાપ્ત આ ખેલાડીએ રૂબલેવને 7-5, 6-3, 6-2થી હરાવીને સતત 19મી જીતની સાથે ત્રીજીવાર ગ્રાન્ડસ્લેમના સેમિફાઇનલમાં સ્થાન પાક્કુ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news