CM KCR ના બર્થડે પર મંદિરમાં ચઢાવવામાં આવી 2.5 કિલો સોનાની સાડી, કરોડોમાં છે કિંમત
આ ઉપરાંત ઉજ્જૈનના મહાકાલ મંદિર (Ujjain Mahakal), ગણેશ મંદિર, સિકંદરાબાદમાં વેસ્લે ચર્ચ, નામપલ્લીમાં દરગાહ યુસૂફૈન અને અમીરપેટમાં ગુરૂદ્રારા સાહેબમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી.
Trending Photos
હૈદ્રાબાદ: તેલંગાણા (Telangana) ના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (K. Chandrashekar Rao) ના 67મા જન્મદિવસ પર બુધવારે એક મંદિરમાં અઢી કિલો વજનની સોનાની સાડી ચઢાવવામાં આવી છે. તો બીજી તરફ આ અવસર પર ઘણા ધાર્મિક સ્થળો પર પૂજા-પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પશુપાલન મંત્રી ટી.શ્રીનિવાસન યાદવ (T. Srinivas Yadav) એ બાલકમ્પેટ મંદિર (Balkampet Temple) માં વિશેષ પ્રાર્થના કરી અને દેવી યેલમ્માને 2.5 કિલો વજનની સોનાની સાડી ભેટ કરી. સોનામાંથી બનેલી આ સાડીની કિંમત લગભગ સવા કરોડ રૂપિયા છે.
પહોંચી નહી કેસીઆરની પુત્રી
આ અવસર પર મુખ્યમંત્રીની પુત્રી કે.કવિતા (K. Kavitha) ને પણ આમંત્રિત કરવામાં આવી હતી, પરંતુ તે પહોંચી શકી નહી. જોકે, શ્રીનિવાસ યાદવે દેવીને આ ભેટ અર્પણ કરી. તેમણે ટીઆરએસ પ્રમુખના દીર્ઘાયું થવા અને સારા સ્વાસ્થ્ય માટે 2 મંદિરો, 1 દરગાહ, 1 ચર્ચ અને 1 ગુરૂદ્રારામાં પ્રાર્થના કરી.
NASA દ્રારા 11 વર્ષની Deepshikha ને મળ્યું સન્માન, US એજન્સીએ કવર પેજ પર આપ્યું સ્થાન
મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરૂદ્રારોમાં પ્રાર્થના
આ ઉપરાંત ઉજ્જૈનના મહાકાલ મંદિર (Ujjain Mahakal), ગણેશ મંદિર, સિકંદરાબાદમાં વેસ્લે ચર્ચ, નામપલ્લીમાં દરગાહ યુસૂફૈન અને અમીરપેટમાં ગુરૂદ્રારા સાહેબમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી.
નેકલેસ રોડ પર જન્મદિવસ સમારોહ
શ્રીનિવાસ યાદવે અન્ય ટીઆરએસ નેતાઓ સાથે નેકલેસ રોડ (Necklace Road) પર જલવિહારમાં આયોજિત કરવામાં આવેલા જન્મદિવસ સમારોહમાં પણ ભાગ લીધો હતો. અહીં કેસીઆરની જીંદગી પર બનેલી એક ડોક્યુમેંટ્રી પણ બતાવવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે