ઓછી રકમ મળવાથી શિખર ધવને છોડી હૈદરાબાદની ટીમ, દિલ્હીએ 3 ખેલાડીઓના બદલે ખરીદ્યો

ડાબા હાથનો બેસ્ટમેન શિખર ધવન હાલની આ રકમથી નાખુશ હતો. જેથી તે દિલ્હીના ટીમ સાથે જોડાઇ ગયો છે. જેના માટે તે પહેલી આઇપીએલમાં રમ્યો હતો. 

ઓછી રકમ મળવાથી શિખર ધવને છોડી હૈદરાબાદની ટીમ, દિલ્હીએ 3 ખેલાડીઓના બદલે ખરીદ્યો

નવી દિલ્હી: સનરાઇસ હૈદરાબાદે ત્રણ ખેલાડીઓના બદલામાં શિખર ધવનને દિલ્હી સાથે જોડી દીધો છે. જેનાથી આ ઓપનિંગ બેટીંગ 10 વર્ષ બાદ તેના હોમ ટાઉન શહેરની આઇપીએલ ફ્રેન્ચાયજીમાં રમશે. શિખર ધવનની જગ્યાએ દિલ્હીના ઓલરાઉન્ડર વિજય શંકર, સ્પિનર શાહબાજ નદીમ અને અભિષેક શર્માને હૈદરાબાદ માટે રીલીઝ કર્યા છે. 

ઇન્ડિયન પ્રિમિયર લીગ(IPL) આ વર્ષે થયેલી નિલામીમાં હૈદરાબાદે શિખર ધવનને રાઇટ ટૂ મેચ કાર્ડથી પાંચ કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. માટે જ શિખર ધવન આ રકમથી નાખુશ હતો. જે કારણે તે હવે દિલ્હીની ટીમ સાથે જોડાઇ ગયો છે. જેમની તરફથી તેણે પહેલી વાર 2008માં આઇપીએલની શરૂઆત કરી હતી.

હૈદરાબાદે કહ્યું કે ‘અમે ખુશ થઇને જાહેરાત કરીએ છે, કે અમારી સાથે ઘણાં લાંબા સમય સુધી જોડાઇ રહેલા ખેલાડીઓમાંથી એક શિખર ધવન 2019માં હવે બીજી ટીમ તરફથી રમશે. અમને ખુશી છે, કે અમે રાઇટ ટૂ મેચ કાર્ડ દ્વારા ધવનને ખરીદ્યો હતો.  ’

નિવેદન પ્રમાણે, દુર્ભાગ્યથી તે જોવા મળ્યું હતું કે, આ રકમમાં વેંચાયા બાદથી તે થોડો અસહજ હતો પરંતુ આઈપીએલના નિયમો મુજબ અમે તેમાં ફેરફાર કરી શકીએ નહીં. અમે વર્ષોથી શિખરના શાનદાર યોગદાનની પ્રશંસા કરીએ છીએ અને અમને દુખ છે કે નાણાકીય કારણોથી તેણે નિર્ણય કર્યો અને આ આગળ વધવાનો સમય છે. ધવન 2013માં સનરાઇઝર્સ સાથે જોડાયો હતો અને આ દરમિયાન તે 91 ઈનિંગમાં 2768 રન બનાવીને ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો  

મહત્વનું છે, કે શિખર ધવન 2013થી હેદરાબાદની ટીમ સાથે જોડાયો અને આ દરમિયાન તેણે 91 ઇનિંગ્સમાં 2768 રન બનાવીને ટીમનો શ્રેષ્ઠ સ્કોરર રહ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news