ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળી ધમકી, કોણે ધમકી આપી તે અંગે તપાસ ચાલુ

Threat To Gujarat Home Minister Harsh Sanghvi : બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણ દૂર કરવાનો મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળી ધમકી... ગેસ્ટ ફ્રોમ માર્સ નામના ટ્વીટર હેન્ડલર પરથી કરાઈ પોસ્ટ.. પોસ્ટમાં લખવામાં આવ્યું કે, દ્વારકામાં દબાણો દૂર કરવાની કામગીરીને અમે યાદ રાખીશું... કોણે ધમકી આપી તે અંગે તપાસ ચાલુ 

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળી ધમકી, કોણે ધમકી આપી તે અંગે તપાસ ચાલુ

Bet Dwarka Bulldozer Action : કૃષ્ણ ભૂમિ બેટદ્વારકા ડિમોલેશનના દાદાનું બલ્ડોઝાર ફરી વળ્યું છે. સમગ્ર બેટદ્વારકામાં સરકારી જમીનને ખુલ્લી પાડવામાં આવી છે. 36,900 ચોરસ મીટર જમીન, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા 19,35,72,000 એટલી ગણવામાં આવી રહી છે. જેમાં 144 રહેણાક મકાનો અને એક અન્ય ધાર્મિક સ્થાનનું ડીમોલેશન કરવામાં આવ્યું છે. ત્યારે બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણ દૂર કરવાનો મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી મળી છે. 

દ્વારકામાં સતત બીજા દિવસે પણ ડિમોલિશન યથાવત છે. બાલાપર વિસ્તારમાં કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે ડિમોલિશનને લઈને સરકાર વિરૂદ્ધ એક્સ પર વિવાદીત પોસ્ટ કરાઈ છે. ગૃહ રાજ્યમંત્રીને ટેગ કરીને પોસ્ટ કરવામાં આવી છે. ત્યારે આ વિવાદીત પોસ્ટને લઈ જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે.

દબાણો દૂર કરવાની કામગીરીને અમે યાદ રાખીશું
બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણ દૂર કરવાનો મામલો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી મળી છે. ગેસ્ટ ફ્રોમ માર્સના નામના ટ્વીટર હેન્ડલ પરથી પોસ્ટ કરાઈ છે. જેમાં લખાયું છે કે, બેટ દ્વારકામાં દબાણો દૂર કરવાની કામગીરીને અમે યાદ રાખીશું. બેટ દ્વારકામાં હંમેશા યાદ રાખશે. જે તમે આપ્યું છે તમે જે આપ્યું છે તે જનતા અને બાળકો હંમેશા યાદ રાખશે. કોણે ધમકી આપી તે અંગે તપાસ શરૂ કરાઈ છે.

ગુજરાતના યાત્રાધામ બેટ દ્વારકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી અને ગોચર જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શનિવારે સવારથી ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગાઉથી જ અતિક્રમણ કરનારાઓને નોટિસ આપવામાં આવી હતી અને આજથી દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે. આ ઓપરેશનમાં હોમગાર્ડના જવાનો અને અન્ય એજન્સીઓની સાથે 1,000થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આજની કાર્યવાહી પૂર્વે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેટ દ્વારકા તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરીને વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો અને બેટ દ્વારકા આવતા યાત્રિકો પણ આજે દર્શનથી વંચિત રહેશે તેમ જણાવ્યું હતું.

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સમગ્ર મામલે 'X' પર પોસ્ટ કરીને લખ્યું, બેટ દ્વારકા દેશભરના કરોડો લોકોની આસ્થાની ભૂમિ છે. કૃષ્ણની જમીનમાં કોઈ ગેરકાયદેસર અતિક્રમણ થવા દેશે નહીં. અમારી શ્રદ્ધા અને સંસ્કૃતિનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે.

બેટ દ્વારકામાં ડિમોલેશન અંગે નવતમ સ્વામીનું નિવેદન આવ્યુઁ છે. તેમણે કહ્યું કે, બેટ દ્વારકામાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના નેતૃત્વમાં ડિમોલેશન ચાલી રહ્યું છે. ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવી રહ્યા છે. ખરેખર ગુજરાત સરકાર આના માટે ધન્યવાદના પાત્ર છે. હિન્દુ સંસ્કૃતિના મુખ્ય ધામોનું પૈકી દ્વારકા છે. ભગવાન શ્રીકૃષ્ણનારાયણની લીલા ભૂમિ દ્વારકા છે. બેટ દ્વારકાના કોરિડોરના રૂપમાં તરીકે વિકસાવની રહ્યા છે અને તેના ભાગરૂપે આ સંસ્કૃતિના રક્ષણ અર્થે ગેરકાયદે બાંધકામો હટાવી રહ્યા છે. બહુ મોટો હિમ્મતભર્યો નિર્ણય કરી રહ્યા છે, એના માટે વ્યક્તિગત રીતે ખૂબ ખૂબ ભાજપની પાર્ટીને ધન્યવાદ આપુ છું. હિન્દુઓ ગર્વ લઇ શકે તેવુ કામ અત્યારે મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news