‘બધાઈ હો’ને લાગી લોટરી, પાકિસ્તાનમાં પણ કરોડોને પાર કરી ગઈ કમાણી

 ઓછા બજેટમાં બનેલી ફિલ્મ ‘બધાઈ હો’ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. રસપ્રદ બાબત એ છે કે, આ ફિલ્મને પાકિસ્તાનમાં પણ પોપ્યુલારિટી મળી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ફિલ્મ ‘બધાઈ હો’ને પાકિસ્તાનમાં અત્યાર સુધી 2,10,63,765 (289 હજાર ડોલર) કરોડની કમાણી કરી લીધી છે. આ ઉપરાંત આ ફિલ્મ કેનાડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં પણ સારી કમાણી કરી રહી છે. જ્યાં સુધી કેટલીક કમાણીનો હિસાબ છે, તો આ ફિલ્મે 100 કરોડ રૂપિયાથી વધુનો વેપાર કરી લીધો છે. ફિલ્મની જબરદસ્ત સફળતા બાદ ફિલ્મના એક્ટર આયુષ્માન ખુરાનાએ કહ્યું કે, આ સફલતા પટકથાઓના તેમના સિલેક્શનને માન્યતા આપે છે. 
‘બધાઈ હો’ને લાગી લોટરી, પાકિસ્તાનમાં પણ કરોડોને પાર કરી ગઈ કમાણી

મુંબઈ : ઓછા બજેટમાં બનેલી ફિલ્મ ‘બધાઈ હો’ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. રસપ્રદ બાબત એ છે કે, આ ફિલ્મને પાકિસ્તાનમાં પણ પોપ્યુલારિટી મળી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ફિલ્મ ‘બધાઈ હો’ને પાકિસ્તાનમાં અત્યાર સુધી 2,10,63,765 (289 હજાર ડોલર) કરોડની કમાણી કરી લીધી છે. આ ઉપરાંત આ ફિલ્મ કેનાડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં પણ સારી કમાણી કરી રહી છે. જ્યાં સુધી કેટલીક કમાણીનો હિસાબ છે, તો આ ફિલ્મે 100 કરોડ રૂપિયાથી વધુનો વેપાર કરી લીધો છે. ફિલ્મની જબરદસ્ત સફળતા બાદ ફિલ્મના એક્ટર આયુષ્માન ખુરાનાએ કહ્યું કે, આ સફલતા પટકથાઓના તેમના સિલેક્શનને માન્યતા આપે છે. 

આયુષ્યમાન ખુરાનાએ કહ્યું કે, તેનાથી મારો કોન્ફિડન્સ વધ્યો છે કે, મારી સ્ક્રિપ્ટ સિલેક્ટ કરવાની રીત યોગ્ય છે. મેં હંમેશા જાતે જ નિર્ણય લીધો છે અને મારા વિશ્વાસ પર સ્ક્રિપ્ટ પસંદ કરી છે. આ એક મોટી માન્યતા છે અને સ્ક્રિપ્ટના સિલેક્શનના મામલે મારા આ વિશ્વાસમાં હવે વધારો થયો છે. 

'बधाई हो' फिल्म के हीरो आयुष्मान खुराना ने #MeToo पर दिया अपना ये बयान

‘બધાઈ હો’માં આયુષ્યમાને એક એવા બાલિશ દીકરાનું પાત્ર ભજવ્યું છે, જેના માતાપિતાને ફરીથી સંતાન થવાનું છે, અને જે આ મામલે સમાજની રુઢ માન્યતાઓ સામે લડવા માટે સમસ્યાઓમાઁથી પસાર થાય છે.

સામાન્ય રીતે સિનેમામાં ક્યારેય લેવામાં ન આવેલ આ વિષયને સંવેદનશીલતાથી ફિલ્માવાતા લોકોને આ ફિલ્મ બહુ જ પસંદ આવી છે. ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના, સાન્યા મલ્હોત્રાની સાથે સુરેખા સીકરી, નીના ગુપ્તા તેમજ ગજરાજ રાવે મુખ્ય ભૂમિકા ભજવી છે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ‘બધાઈ હો’ ફિલ્મ તેના રિલીઝ થયાના 17મા દિવસે જ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. 100 કરોડ ક્લબમાં સામેલ થનારી તે જંગલી પિક્ચર્સની બીજી ફિલ્મ છે. આ પહેલા આલિયા ભટ્ટની રાઝી 100 કરોડ ક્લબમાં સામેલ થઈ હતી. 
 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news