પૈસા રાખો તૈયાર, આગામી સપ્તાહે ખુલશે 5 નવા IPO,આઠનું થશે લિસ્ટિંગ, ચેક કરો લિસ્ટ
Share Market: મેનબોર્ડ કેટેગરીમાં લક્ષ્મી ડેન્ટલનો આઈપીઓ 13 જાન્યુઆરીએ ખુલી રહ્યો છે અને 15 જાન્યુઆરી સુધી ઓપન રહેશે. આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 407 રૂપિયાથી 428 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
Trending Photos
Upcoming IPO: ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO)માં રોકાણ કરવાની રાહ જોઈ રહેલા રોકાણકારો માટે સારા સમાચાર છે. આવતા અઠવાડિયે પાંચ નવા પબ્લિક ઈશ્યુ લોન્ચ થવા જઈ રહ્યા છે. એક મેઈનબોર્ડ અને ચાર SME IPO હશે.
મેઇનબોર્ડ કેટેગરીમાં લક્ષ્મી ડેન્ટલનો IPO 13 જાન્યુઆરીએ ખુલી રહ્યો છે અને સામાન્ય રોકાણકારો તેમાં 15 જાન્યુઆરી સુધી બિડ કરી શકે છે. આ IPOની પ્રાઇસ બેન્ડ 407 રૂપિયા પ્રતિ શેરથી 428 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
આ IPOની ઈશ્યુ સાઈઝ 698.1 કરોડ રૂપિયા હશે. રૂ. 138 કરોડનો તાજો ઇશ્યુ અને રૂ. 560.1 કરોડની ઓફર ફોર સેલ છે. તેની ફાળવણી 16 જાન્યુઆરીએ થઈ શકે છે અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર 20 જાન્યુઆરીએ લિસ્ટિંગ થઈ શકે છે.
આ સિવાય ચાર એસએમઈ આઈપીઓ પણ ખુલી રહ્યાં છે.
17 જાન્યુઆરીએ ખુલશે EMA પાર્ટનર્સનો આઈપીઓ
EMA પાર્ટનર્સ ઇન્ડિયા લિમિટેડનો IPO 17 જાન્યુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 21 જાન્યુઆરીએ બંધ થશે, જેની પ્રાઇસ બેન્ડ રૂ. 117 થી રૂ. 124 પ્રતિ શેર હશે. આ ઈસ્યુમાં રૂ. 66.14 કરોડના તાજા ઈશ્યુ અને રૂ. 9.87 કરોડના OFSનો સમાવેશ થાય છે.
લેન્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ્સ લિમિટેડનો પબ્લિક ઇશ્યૂ 16 જાન્યુઆરીએ ખુલશે અને 20 જાન્યુઆરીએ બંધ થશે. તેની પ્રાઇસ બેન્ડ 70 થી 72 રૂપિયા પ્રતિ શેર છે. આ IPO સંપૂર્ણપણે તાજો ઇશ્યુ છે, જેનો લક્ષ્યાંક રૂ. 40.32 કરોડ એકત્ર કરવાનો છે.
રિખાવ સિક્યોરિટીઝ લિમિટેડ પણ 15 જાન્યુઆરીએ તેનો IPO લોન્ચ કરશે, જે 17 જાન્યુઆરીએ બંધ થશે. રૂ. 88.82 કરોડના ઈસ્યુમાં ફ્રેશ ઈશ્યુ અને ઓએફએસનો સમાવેશ થાય છે. તેની પ્રાઇસ બેન્ડ 82 થી 86 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
કાબરા જ્વેલ્સ લિમિટેડનો IPO 15 જાન્યુઆરીએ ખુલશે અને 17 જાન્યુઆરીએ બંધ થશે. આ IPO માટે પ્રાઇસ બેન્ડ 121 થી 128 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ ઈસ્યુનું કદ 40 કરોડ રૂપિયા છે.
આઠ આઈપીઓનું થશે લિસ્ટિંગ
આ સિવાય આવનારા સપ્તાહમાં આઠ આઈપીઓ લિસ્ટ થશે. સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેક્નોલોજી લિમિટેડનું લિસ્ટિંગ 13 જાન્યુઆરીએ થશે. 14 જાન્યુઆરીએ ક્વાડ્રેન્ટ ફ્યૂચર ટેક લિમિટેડ અને કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ ઇનવિટ એનએસઈ અને બીએસઈ બંને પર લિસ્ટ થશે.
તે જ સમયે, પાંચ SME કંપનીઓનું લિસ્ટિંગ પણ 13 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી વચ્ચે થશે. તેમાં ઈન્ડોબેલ ઈન્સ્યુલેશન, એવેક્સ એપેરલ્સ એન્ડ ઓર્નામેન્ટ્સ, બીઆર ગોયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડેલ્ટા ઓટોકોર્પ અને સત કરતાર શોપિંગનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે