ન્યૂઝીલેન્ડના દરિયામાં ફસાયું 18 માસનું બાળક, થયો ચમત્કારિક બચાવ

ગ્યૂસ હટ નામના એક માછીમારે 26 ઓક્ટોબરની સવારે લગભગ સવા સાત વાગે દરિયાના કિનારામાં માછલી પકડવા માટે જાળ ચેક કરી રહ્યો હતો

ન્યૂઝીલેન્ડના દરિયામાં ફસાયું 18 માસનું બાળક, થયો ચમત્કારિક બચાવ

વેલિંગટન: ન્યૂઝીલેન્ડમાં એક 18 માસનું બાળક દરિયામાં ડુબતું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક માછીમારને દરિયામાં ઢીંગલી જેવું કંઇક તરતું જોવા મળ્યું હતું પરંતું જ્યારે તે માછીમાર તેની નજીક જઇને જોવે છે ત્યારે તેને જાણ થાય છે કે આ ઢીંગલી નહીં પરંતુ એક બાળક હતું જે કોઇપણ સમયે પાણીમાં ડૂબી શકતું હતું. માછીમારે તે બાળકને બહાર કાઢ્યું અને તે બાળકનો જીવ બચાવ્યો હતો.

ગ્યૂસ હટ નામના એક માછીમારે 26 ઓક્ટોબરની સવારે લગભગ સવા સાત વાગે દરિયાના કિનારામાં માછલી પકડવા માટે જાળ ચેક કરી રહ્યો હતો. ત્યારે તેણે દરિયામાં કંઇત તરતુ જોવા મળ્યું હતું અને તેને લાગ્યું કે પોર્સલીનની બનેલી ઢીંગલી પાણીમાં તરી રહી છે. પરંતુ ત્યારે તેણે કંઇક અવાજ સંભાળ્યો હતો અને નજીક ગયા પછી તેને જાણ થઇ કે આ એક જીવીત બાળક છે.

મટાટા બીચ પર બાળકનો પરિવાર હતો અને 18 માસનું આ બાળક તેના પરિવારના તંબૂમાંથી નિકળી ગયો હતો.

બાળકનો ચમત્કારીક બચાવ થયો હોવાનું લોકો કહી રહ્યાં છે. કેમકે, માછીમાર દરરોજથી અલગ સ્થળ પર માછલી પકડવા મન બનાવ્યું હતું અને આ કારણે આ બાળકને બચાવી પણ શક્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news