Petrol-Diesel Price Today: ક્રૂડ ઓઈલ ઉછળ્યું છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત! ઘરે બેઠા ચેક કરો તમારા શહેરમાં શું છે પેટ્રોલનો ભાવ

ક્રૂડ ઓઈલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળા બાદ હવે ઘર આંગણે પેટ્રોલ અને ડીઝલના ભાવની શું સ્થિતિ છે તે ખાસ ચેક કરો. આ સાથે  તમે ઘરે બેઠા પણ પેટ્રોલ ડીઝલના ભાવ જાણી શકો છે. 

Petrol-Diesel Price Today: ક્રૂડ ઓઈલ ઉછળ્યું છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત! ઘરે બેઠા ચેક કરો તમારા શહેરમાં શું છે પેટ્રોલનો ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ અને WTI Crudeના ભાવમાં 2.50 ટકાથી વધુની તેજી જોવા મળી છે. ક્રૂડ ઓઈલ ઉછળ્યા છે તો તેની સીધી  અસર ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી શકે છે. જો કે 13 જાન્યુઆરી 2025 માટે પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ જાહેર કરાયા છે અને રાહતની વાત એ છે કે ક્રૂડ ઓઈલના ભાવ વધવા છતાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે જેમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ-ક્રૂડના ભાવમાં ગમે તેટલો ઉછાળો કે ઘટાડો કેમ ન હોય પરંતુ તેની અસર ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી રહી નથી. 13 જાન્યુઆરીના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી. 

મુખ્ય શહેરોના ભાવ
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72  રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 103.44 રૂપિયા અને ડીઝલ 89.97 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ  103.94 રૂપિયા અને ડીઝલ  90.76 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ 100.85 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 92.44 રૂપિયા પ્રતિ લીટર જોવા મળ્યા છે. 

છેલ્લે ક્યારે બદલાયા હતા ભાવ
છેલ્લે પેટ્રોલ અને ડીઝલના ભાવ 14 માર્ચ 2024માં બદલાયા હતા. તે વખતે ઓઈલ કંપનીઓ તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2-2 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરાયો હતો. છેલ્લે ત્યારે લોકોને મોંઘા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી હતી. ત્યારબાદ ફેરફાર જોવા મળ્યો નથી. 

રોજ સવારે બદલાય છે ભાવ
દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ  કરાય છે. ભાવમાં જો ફેરફાર હોય તો તેને વેબસાઈટ પર અપડેટ કરવામાં આવે છે. પરંતુ જો ન હોય તો વેબસાઈટ પર લેટેસ્ટ રેટલિસ્ટ જાહેર કરાય છે. અત્રે જણાવવાનું કે ગત વર્ષ માર્ચમાં છેલ્લીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાયા હતા. 

ઘરે બેઠા ચેક કરી શકો ભાવ
તમે તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી ઘરે બેઠા ચેક કરી શકો છો. આ માટે તમારે ઓઈલ માર્કિટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવાનું રહેશે. અથવા તો પછી એક SMS મોકલવાનો રહેશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક હોવ તો RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને BPCL ના ગ્રાહક હોવ તો RSP લખીને 9223112222 પર SMS મોકલી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news