'ધોનીનું સોફ્ટવેર તો ઠીક છે, પરંતુ હાર્ડવેરમાં છે ગરબડ'

તાજેતરમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સારું પ્રદર્શન કરતાં પહેલી ટેસ્ટ સીરીઝ અને ત્યારબાદ વનડે જીતી લીધી. વનડે સીરીઝ ટીમ ઈન્ડિયા માટે ખાસ એટલા માટે પણ રહી કારણ કે આ સીરીઝમાં ટીમ ઈન્ડીયના પૂર્વ કેપ્ટન મહેંદ્વ સિંહ ધોનીએ ના ફક્ત પોતાની બેટીંગ લય ફરીથી પ્રાપ્ત કરી, પરંતુ લાંબા સમય બાદ તે ફિનિશરની ભૂમિકામાં જોવા મળ્યા. ધોનીએ આ સીરીઝમાં પ્રદર્શનનું વિશ્લેષણ કરતાં ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન અને કોમેન્ટર સંજય માંજરેકરે કહ્યું કે તેમનું સોફ્ટવેર તો ઠીક છે, પરંતુ લાગે છે કે તેમના હાર્ડવેરમાં સમસ્યા છે. 
'ધોનીનું સોફ્ટવેર તો ઠીક છે, પરંતુ હાર્ડવેરમાં છે ગરબડ'

નવી દિલ્હી: તાજેતરમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સારું પ્રદર્શન કરતાં પહેલી ટેસ્ટ સીરીઝ અને ત્યારબાદ વનડે જીતી લીધી. વનડે સીરીઝ ટીમ ઈન્ડિયા માટે ખાસ એટલા માટે પણ રહી કારણ કે આ સીરીઝમાં ટીમ ઈન્ડીયના પૂર્વ કેપ્ટન મહેંદ્વ સિંહ ધોનીએ ના ફક્ત પોતાની બેટીંગ લય ફરીથી પ્રાપ્ત કરી, પરંતુ લાંબા સમય બાદ તે ફિનિશરની ભૂમિકામાં જોવા મળ્યા. ધોનીએ આ સીરીઝમાં પ્રદર્શનનું વિશ્લેષણ કરતાં ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન અને કોમેન્ટર સંજય માંજરેકરે કહ્યું કે તેમનું સોફ્ટવેર તો ઠીક છે, પરંતુ લાગે છે કે તેમના હાર્ડવેરમાં સમસ્યા છે. 

ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ તાજેતરમાં પુરી થયેલી ત્રણ વનડે મેચોની સીરીઝના બધી મેચોમાં હાફ સેન્ચુરી લગાવી હતી. ઈએસપીએનક્રિકઈંફો સાથે વાતચીતમાં માંજરેકરે આ સીરીઝમાં ધોનીના પ્રદર્શનનું વિશ્લેષણ કર્યું. માંજરેકરે કહ્યું કે તે પોતાના 'શ્રેષ્ઠ'માં નથી. તેમનું સોફ્ટવેર એટલે કે તેમનું ઇંટેંટશન (ઇરાદો), તેમનું મગજ હજુ પણ શાનદાર છે. તે જાણે છે કે હકિકતમાં શું કરી રહ્યા છે, પરંતુ તેમનું હાર્ડવેર તેમના સોફ્ટવેર સાથે તાલેમેળ બેસતું નથી. અહીં હાર્ડવેરથી માંજરેકરે ઇશારો તેમની શારિરીક ફિટનેસને લઇને કર્યો હતો. જોકે ધોનીએ આ સીરીઝમાં પોતાની સ્ફૂર્તિમાં ઢીલ બતાવી નહી. 

માંજરેકરે કહ્યું કે 'તેમનું હાર્ડવેર 5-10 વર્ષ પહેલાં જેવું રહ્યું નથી, તે જ્યારે ઇચ્છે ત્યારે સિક્સર લગાવી શકે છે. તેમની પાસે હવે તે ક્ષમતા અથવા તે વિશ્વાસ નથી. પરંતુ તે હજુ પણ અંત સુધી ટકી રહેવાની રીતે શોધે છે. આ સીરીઝમાં ધોની પહેલી મેચમાં 96 બોલમાં 51 રન બનાવીને આઉટ થઇ ગયા અને ટીમને જીત અપાવી શક્યા નહી, જેની ટીકા પણ થઇ. આ મેચમાં રોહિત શર્માએ શાનદાર સદી છતાં ટીમ ઈન્ડિયાને 34 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં 289 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ પહેલી ચાર ઓવરમાં ફક્ત 4 રન પર ત્રણ વિકેટ ગુમાવી હતી જેથી ટીમ પર દબાણ આવી ગયું. 

ધોનીને આ સીરીઝમાં મેન ઓફ સીરીઝનો ખિતાબ મળ્યો. ધોની 37 વર્ષ 195 દિવસની ઉંમરમાં મેચ મેચનો ખિતાબ જીતનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી બન્યા. ધોની પહેલાં આ રેકોર્ડ સુનીલ ગાવસ્કરના નામે હતો. ધોનીના વનડે કેરિયરની સાતમી વનડે મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ જીત્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news