અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસે મહિલાની છેડતી કરતા એક યુવકની કરી ધરપકડ

વસ્ત્રાપુર વિસતારમાં મહિલાની છેડતી કરનાર એક યુવકની પોલીસે ધરપકડ કરી છે. સાહિલ દેસાઇ નામનો શખ્શે વસ્ત્રાપુરમાં આવેલા એક ફ્લેટમાં મહિલાને એકલી જોઇ તેના ઘરમાં ઘૂસીને શારિરીક સબંધ બાધવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં તેના એક મિત્રએ તેનો સાથ આપ્યો હતો. 

અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસે મહિલાની છેડતી કરતા એક યુવકની કરી ધરપકડ

ઉદય રંજન/અમદાવાદ : વસ્ત્રાપુર વિસતારમાં મહિલાની છેડતી કરનાર એક યુવકની પોલીસે ધરપકડ કરી છે. સાહિલ દેસાઇ નામનો શખ્શે વસ્ત્રાપુરમાં આવેલા એક ફ્લેટમાં મહિલાને એકલી જોઇ તેના ઘરમાં ઘૂસીને શારિરીક સબંધ બાધવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં તેના એક મિત્રએ તેનો સાથ આપ્યો હતો. 

વસ્ત્રાપુર પોલીસે ઘરપકડ કરેલા શખ્સનું નામ સાહિલ દેસાઈ છે. આ આરોપી ઘરે ઘરે ફરીને મિનરલ વૉટર સપ્લાયરનું કામ કરે છે. ત્યારે શનિવારે રાત્રીના સમયે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં આરોપી સાહિલ દેસાઈ અને તેનો મિત્ર પાણીની સપ્લાય કરવા માટે ગયા હતા. તે સમયે સાહિલે એક પરણિતાને એકલા ઘરે જોઈને શારીરિક સબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું.

હાર્દિક પટેલ માંડશે પ્રભુતામાં પગલા, અઠવાડિયામાં જ કરશે લગ્ન

મહિલાએ પતિને જાણ કરતા અને ઇનકાર કરતા સાહિલ અને તેના મિત્રએ અભદ્રવર્તન કરી ફ્લેટમાંથી નીકળી ગયા હતા. ત્યારે આ સમગ્ર મામલો મહિલાએ વસ્ત્રાપુર પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસે આરોપી સાહિલ દેસાઈની ધરપકર કરીને વધુ તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news