ધોની અને કેદાર જાધવની ધીમી ભાગીદારીથી સચિન નાખુશ

ધોનીએ આ મેચમાં 52 બોલ પર 3 ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. ભારત આ મુકાબલામાં 50 ઓવરમાં 8 વિકેટ પર 224 રન બનાવી શક્યું, પરંતુ બોલરોએ અફઘાનિસ્તાની ટીમને 49.5 ઓવરમાં 213 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. 

ધોની અને કેદાર જાધવની ધીમી ભાગીદારીથી સચિન નાખુશ

નવી દિલ્હીઃ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે અફઘાનિસ્તાન વિરુદ્ધ વિશ્વ કપ મુકાબલામાં ભારતના મિડલ ઓર્ડરની ધીમી બેટિંગ પર નાખુશી વ્યક્ત કરી છે. સચિને એક સમાચાર ચેનલને કહ્યું કે, સાઉથમ્પ્ટનમાં રમાયેલી આ મેદમાં કેદાર જાધવ અને ધોની વચ્ચે જે ભાગીદારી થઈ, તે ઘણી ધીમી રહી. 

ધોનીએ આ મેચમાં 52 બોલ પર 3 ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. ભારત આ મુકાબલામાં 50 ઓવરમાં 8 વિકેટ પર 224 રન બનાવી શક્યું, પરંતુ બોલરોએ અફઘાનિસ્તાની ટીમને 49.5 ઓવરમાં 213 રન પર ઓલઆઉટ કરી દીધું અને વિરાટ કોહલીની ટીમે 11 રનથી મેચમાં જીત મેળવી હતી. ભારત માટે વિરાટ કોહલીએ સર્વાધિક 67 રન બનાવ્યા. કેદાર જાધવે 68 બોલ પર 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 52 રનની ઈનિંગ રમી હતી. 

સચિને કહ્યું, 'મને થોડી નિરાશા થઈ, તે વધુ સારૂ કરી શકતા હતા. હું કેદાર અને ધોની વચ્ચે થયેલી ભાગીદારીથી નિરાશ છું, જે ભાગીદારી બંન્ને વચ્ચે થઈ, તે ઘણી ધીમી રહી. અમે 34 ઓવર સ્પિન બોલરોનો સામનો કર્યો પરંતુ માત્ર 119 રન બનાવી શક્યા.'

જાધવ અને ધોનીએ 5મી વિકેટ માટે 84 બોલ પર 57 રન જોડ્યા હતા. તેણે કહ્યું, વિરાટ કોહલી 31મી ઓવરમાં આઉટ થયો, ત્યારબાદ 45મી ઓવર સુધી વધુ રન ન બની શક્યા. મિડલ ઓર્ડરના બેટ્સમેનોને આ પહેલા ટૂર્નામેન્ટમાં વધુ તક ન મળી, તેથી તેના પર દબાવ હતો પરંતુ ઇચ્છાશક્તિ મધ્યમક્રમના બોલરોમાં વધુ સારી હોઈ શકતી હતી. 

સચિને કહ્યું, કેદાર પર દબાવ હતો, આ પહેલા તેને પાકિસ્તાન વિરુદ્ધ માત્ર 8 બોલનો સામનો કરવાની તક મળી હતી. તેવામાં તેને એક સાથીની જરૂર હતી, પરંતુ ન મળ્યો. કેદાર અને ધોની તે રનરેટ પ્રમાણે ન રમી શક્યા, જેની જરૂરીયાત હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news