World Cup 2019 PAKvsSA : આફ્રિકાની પાંચમી હાર, પાકિસ્તાનો 49 રને વિજય

લોર્ડ્સના મેદાનમાં રમાયેલી આઈસીસી વિશ્વકપ 2019ની 30મી મેચમાં પાકિસ્તાને આફ્રિકાને 49 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પોતાની આશા જીવંત રાખી છે. 

World Cup 2019 PAKvsSA : આફ્રિકાની પાંચમી હાર, પાકિસ્તાનો 49 રને વિજય

લંડનઃ આઈસીસી વિશ્વકપ-2019ની 30મી મેચમાં પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને 49 રને પરાજય આપીને પોતાની સેમીફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 308 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આફ્રિકાની ટીમ રન બનાવી 50 ઓવરમાં 9 વિકેટે 259 રન બનાવી શકી હતી. પાકિસ્તાનનો આ ટૂર્નામેન્ટમાં બીજો વિજય છે. તેના કુલ 5 પોઈન્ટ થઈ ગયા છે અને તે ટેબલમાં સાતમાં સ્થાને પહોંચી ગયું છે. તેની હજુ ત્રણ મેચ બાકી છે અને સેમીફાઇનલની આશા જીવંત છે. દક્ષિણ આફ્રિકાનો આ સાતમી મેચમાં પાંચમો પરાજય છે. તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આફ્રિકાએ માત્ર એક મેચમાં જીત મેળવી છે અને તે ત્રણ પોઈન્ટ સાથે ટેબલમાં નવમાં સ્થાને છે. 

પાકિસ્તાન તરફથી હારિસ સોહેલે 89 અને બાબર આઝમે 69 રન બનાવ્યા હતા. આફ્રિકા તરફથી લુંગી એનગિડીએ 3 વિકેટ ઝડપી હતી. 

આ પહેલા ફખર જમાન 44 રન બનાવીને આઉટ થયો હતો. ઇમરાન તાહિરે તેને હાશિમ અમલાના હાથે કેચ કરાવ્યો હતો. જમાને ઇમામ ઉલ હક સાથે પ્રથમ વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. ઇમામ 44 રન પર તાહિરનો શિકાર બન્યો હતો. 
મોહમ્મદ હફીઝ 20 રન બનાવી આઉટ થયો. તેને પાર્ટટાઇમ સ્પિનર એડેન માર્કરમે LBW કર્યો. તેણે બાબર સાથે ત્રીજી વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી હતી. 

હારિસે કરિયરની 11મી અડધી સદી ફટકારી હતી. આ પહેલા બાબર આઝમ ટૂર્નામેન્ટની બીજી અડધી સદી ફટકારી 69 રન બનાવી આઉટ થયો હતો. ઇમાદ વસીમે 15 બોલમાં 23 રન બનાવી આઉટ થયો હતો. હારિસ સોહિત 59 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 89 રન બનાવી આઉટ થયો હતો. 

પ્લેઇંગ ઇલેવન
આફ્રિકાઃ ક્વિન્ટન ડિ કોક, હાશિમ અમલા, ફાફ ડુ પ્લેસિસ, એડન માર્કરમ, રુસી વાન ડેર ડુસેન, ડેવિડ મિલર, ફેહલુકવાયો, ક્રિસ મોરિસ, કગિસો રબાડા, લુંગી એનગિડી, ઇમરાન તાહિર.

પાકિસ્તાનઃ ઇમામ ઉલ હક, ફખર જમાન, બાબર આઝમ, મોહમ્મદ હફિઝ, સરફરાઝ અહમદ, હારિસ સોહિલ, ઇમાદ વસિમ, શાદાબ ખાન, વહાબ રિયાઝ, શાહિન આફ્રિદી, મોહમ્મદ આમિર. 

દક્ષિણ આફ્રિકાએ છ મેચોમાં માત્ર 3 પોઈન્ટ મેળવ્યા છે અને તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે, જ્યારે પાકિસ્તાન હજુ સેમીફાઇનલમાં પ્રવેશ વકીર શકે છે પરંતુ તેણે પોતાની બાકીની ચારેય મેચમાં જીત મેળવવી પડશે આ ઉપરાંત અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે. 

પાકિસ્તાનને ટૂર્નામેન્ટમાં શરૂઆતી મેચમાં પરાજય આપ્યો ઘણાએ તેની તુલના 1992મા શરૂઆતની જેમ કરી, જેમાં તેણે ટાઇટલ કબજે કર્યું હતું. ત્યારબાદ 16 જૂને ભારત સામે થયેલા પરાજય બાદ સમર્થકોની આશાઓ તૂટી ગઈ હતી. પાકિસ્તાન અને આફ્રિકા બંન્ને એક ટીમના રૂપમાં સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યાં છે.

ભારત વિરુદ્ધ મેચમાં બોલિંગમાં મોહમ્મદ આમિર એકમાત્ર ખેલાડી હતો, જેણે સારૂ પ્રદર્શન કર્યું અને ટીમની બેટિંગ તથા ફીલ્ડિંગે નિરાશ કર્યાં હતા. સીનિયર ખેલાડી શોએબ મલિકને અંતિમ ટૂર્નામેન્ટમાં એક અન્ય મેચ મળવાની આશા નથી. 

આફ્રિકાએ પોતાના નિરાશાજનક અભિયાનમાં ભૂલમાંથી કંઇક શીખ મેળવી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચમાં તેણે સારૂ પ્રદર્શન કર્યું, પરંતુ અંતમાં મેચ ગુમાવી હતી. 

લેગ સ્પિનર ઇમરાન તાહિર અને બેટ્સમેન જેપી ડ્યુમિની અહીં ટીમનું અભિયાન સમાપ્ત થયા બાદ નિવૃતી લઈ લેશે. અહીં લોર્ડસમાં વિશ્વકપની પ્રથમ મેચ રમાશે. ત્યારે જોવાનું રહ્યું કે, પિચ કેવું વર્તન કરે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news