વિશ્વકપ વચ્ચે વાનખેડેમાં સચિનના સ્ટેચ્યુનું અનાવરણ, અહીં રમી હતી છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ
Sachin Tendulkar's Statue Unveiled at Wankhede Stadium: વિશ્વકપમાં આવતીકાલે વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકાની ટક્કર થવાની છે. પરંતુ આ પહેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશને વાનખેડે સ્ટેડિયમમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના સ્ટેચ્યુનું ઈનોગ્રેશન કર્યું છે.
Trending Photos
મુંબઈઃ ભારતની યજમાનીમાં વનડે વિશ્વકપ 2023 રમાઈ રહ્યો છે. જેમાં ભારતીય ટીમ પોતાનો સામનો મુકાબલો ગુરૂવાર (2 નવેમ્બર) એ શ્રીલંકા વિરુદ્ધ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમશે. પરંતુ તે પહેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશને વાનખેડેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું છે.
સચિન તેંડુલકરના સ્ટેચ્યુનો અનુવરણ પોગ્રામ એક દિવસ પહેલા એટલે કે બુધવારે સાંજે આયોજીત કરવામાં આવ્યો હતો. સચિનની પ્રતિમા સ્ટેડિયમમાં સચિન તેંડુલકર સ્ટેન્ડની પાસે સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમા તેના જીવનના 50 વર્ષોને સમર્પિત છે. નોંધનીય છે કે સચિને એપ્રિલમાં પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો.
#WATCH महाराष्ट्र: दिग्गज क्रिकेटर सचिन तेंदुलकर के सम्मान में मुंबई के वानखेड़े स्टेडियम में उनकी आदमकद प्रतिमा का अनावरण किया गया।
इस दौरान दिग्गज क्रिकेटर सचिन तेंदुलकर, महाराष्ट्र के मुख्यमंत्री एकनाथ शिंदे, BCCI सचिव जय शाह, BCCI उपाध्यक्ष राजीव शुक्ला, NCP प्रमुख और पूर्व… pic.twitter.com/Mp8GRTs7qG
— ANI_HindiNews (@AHindinews) November 1, 2023
આ મેદાન પર પૂરુ થયું હતું વિશ્વકપ જીતવાનું સપનું
સચિને પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ એટલે કે 200મો ટેસ્ટ મુકાબલો આ મેદાન પર રમ્યો હતો. આ મેચ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાઈ હતી, જેમાં સચિને 74 રન બનાવ્યા હતા. ભારતે આ ટેસ્ટ એક ઈનિંગ અને 126 રનથી જીતી હતી. આ સ્ટેડિયમ સચિન માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે અહીં ભારતીય ટીમનું બીજીવાર વિશ્વ વિજેતા બનવાનું સપનું પૂરુ થયું હતું.
2011 વનડે વિશ્વકપની ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મુકાબલામાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ભારતીય ટીમે શ્રીલંકાને હરાવી ટાઈટલ કબજે કર્યું હતું. આ સાથે સચિન તેંડુલકરનું દેશ માટે વિશ્વકપ જીતવાનું સપનું પણ પૂર્ણ થયું હતું.
આ સિદ્ધિ હાસિલ કરનાર સચિન બીજો ક્રિકેટર
નોંધનીય છે કે સચિન એવો બીજો ભારતીય ક્રિકેટર છે, જેનું સ્ટેચ્યુ કોઈ મેદાનમાં લગાવવામાં આવ્યું છે. આ પહેલા દિગ્ગજ ક્રિકેટર પૂર્વ ભારતીય કેપ્ટન કર્નલ સીકે નાયડૂ છે. તેમના ત્રણ અલગ-અલગ જગ્યા ઈન્દોરનું હોલ્કર સ્ટેડિયમ, નાગપુરનું વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ અને આંધ્ર પ્રદેશના YSR માં સ્ટેચ્યું લાગ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે