MS Dhoni પછી કોણ બનશે CSK નો Long Term Captain? આ યંગ પ્લેયર્સ છે સૌથી મોટો દાવેદાર
કેપ્ટન કૂલ (Captain Cool) એમએસ ધોની (MS Dhoni) હવે 40 વર્ષનો થઈ ગયો છે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે હાલની સીઝન બાદ અથવા આગામી વર્ષ સુધી આઇપીએલ (IPL) માંથી રિટારમેન્ટ લઈ લેશે
Trending Photos
નવી દિલ્હી: કેપ્ટન કૂલ (Captain Cool) એમએસ ધોની (MS Dhoni) હવે 40 વર્ષનો થઈ ગયો છે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે હાલની સીઝન બાદ અથવા આગામી વર્ષ સુધી આઇપીએલ (IPL) માંથી રિટારમેન્ટ લઈ લેશે. 'યેલો આર્મી' (Yellow Army) ના ફેન્સના મનમાં સૌથી મોટો સવાર છે કે, ચેન્નાઈ સુપરકિંગ્સ (Chennai Super Kings) ના કેપ્ટન તરીકે માહી કોને રિપ્લેસ કરશે?
CSK ને લોન્ગ ટર્મ કેપ્ટનની જરૂરિયાત
ચેન્નાઈ સુપરકિંગ્સ (Chennai Super Kings) ને મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ની જગ્યા પર લોન્ગ ટર્મ કેપ્ટનની જરૂરિયાત છે. એવામાં ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) આ પોસ્ટનો સોથી મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો છે. કેમ કે તે અત્યારે માત્ર 24 વર્ષનો છે અને લાંબા સમય સુધી આ જવાબદારી ઉઠાવી શકે છે.
ફ્રેન્ચાઈઝીને ગાયકવાડ પર વિશ્વાસ
ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) એ વર્ષ 2020 માં ચેન્નાઈ સુપરકિંગ્સ (Chennai Super Kings) તરફથી આઇપીએલ (IPL) માં ડેબ્યુ કર્યું હતું. હવે તે આ ટીમનો વિશ્વસનિય ખેલાડી બની ગયો છે. આશા છે કે સીએસકે (CSK) આગામી વર્ષ તેને જરૂર રિટન કરશે.
RCB ની વિરૂદ્ધ ઋતુરાજની તોફાની સેન્ચ્યુરી
ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) એ આરસીબી (RCB) વિરૂદ્ધ 60 બોલમાં 168.33 ના સ્ટ્રાઈક રેટથી નોટ આઉટ 101 રનની ઇનિંગ રમી હતી. તે દરમિયાન તેણે 9 ફોર અને 5 સિક્સ મારી હતી. સૌથી ખાસ વાત એ છે કે, ગાયકવાડે 20 મી ઓવરના છેલ્લા બોલ પર સિક્સ મારી તેની સેન્ચ્યુરી પૂર્ણ કરી હતી. આ તેના આઇપીએલ કરિયરની પ્રથમ સદી હતી.
ઋતુરાજને આ દિગ્ગજ આપી શકે છે સૌથી મોટી ટક્કર
ચેન્નાઈ સુપરકિંગ્સ (Chennai Super Kings) ની કેપ્ટનશીપ હાંસલ કરવામાં ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ને સૌથી મોટી ટક્કર ટીમ ઇન્ડિયા (Team India) નો ધાકડ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) આપી શકે છે કેમ કે, જાડેજાનો અનુભવ ગાયકવાડ કરતા વધારે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે