IPL 2020: વિરાટ કોહલીએ પૂરા કર્યા ટી20મા 9000 રન, બન્યો પ્રથમ ભારતીય
Virat Kohli Score 9000 Runs in T20: રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ દિલ્હી કેપિટલ્સ (DC) વિરુદ્ધ પોતાનો 10મો રન બનાવતા ઈતિહાસ રચી દીધો છે. તે ટી-20 ક્રિકેટમાં 9 હજાર રન પૂરા કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે.
Trending Photos
દુબઈઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ દિલ્હી કેપિટલ્સ (DC) વિરુદ્ધ પોતાનો 10મો રન બનાવતા ઈતિહાસ રચી દીધો છે. તે ટી-20 ક્રિકેટમાં 9 હજાર રન પૂરા કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે. આ પહેલા વિરાટ કોહલી રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ અણનમ 72 રનની ઈનિંગ દરમિયાન આ આંકડાની નજીક પહોંચી ગયો હતો.
આ મેચ પહેલા વિરાટ કોહલીના નામે આઈપીએલમાં 181 મેચોમાં 5502 રન હતા. કુલ મળીને જોવામાં આવે તો કોહલી ટી20 ક્રિકેટમાં 9000 રન બનાવનાર સાતમો બેટ્સમેન છે. તેણે આ આંકડો 271મી મેચમાં હર્ષલ પટેલને ચોગ્ગો ફટકારી પાર કર્યો હતો. આ મેચ પહેલા 270 ઈનિંગમાં કોહલીના નામે ટી20 ક્રિકેટમાં 41.05ની એવરેજથી 8990 રન હતા.
ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રનની વાત કરીએ તો ક્રિસ ગેલ આ યાદીમાં સૌથી આગળ છે. ગેલના નામે 404 મુકાબલામાં 13296 રન છે. ત્યારબાદ પોલાર્ડ 10370 રન બનાવી બીજા સ્થાને છે. પોલાર્ડે કુલ 517 મેચ રમી છે. શોએબ મલિક 9926, બ્રેન્ડન મેક્કુલમ 9922, ડેવિડ વોર્નર 9451 અને એરોન ફિન્ચ 9148 રન બનાવી આ લિસ્ટમાં ત્યારબાદ આવે છે.
IPL 2020: સનરાઇઝર્સ હૈદરાબાદને મોટો ઝટકો, હવે આ સ્ટાર બોલર ટૂર્નામેન્ટમાંથી થયો બહાર
આ સિવાય કોહલી આઈપીએલમાં 200 સિક્સ પૂરી કરવાની નજીક પહોંચી ગયો છે. કોહલી આ સમયે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેનોના લિસ્ટમાં છઠ્ઠા સ્થાને છે. તેના નામે આઈપીએલમાં 192 સિક્સ છે. કોહલી જો 8 સિક્સ ફટકારી દે તો તે આઈપીએલમાં 200 સિક્સ ફટકારનાર ચોથો ભારતીય બેટ્સમેન હશે. આ પહેલા એમએસ ધોની, સુરેશ રૈના અને રોહિત શર્મા આમ કરી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે