પપ્પા હું પ્રેમને પામવા જઇ રહી છું મને શોધશો નહી? તરૂણીને પ્રેમીએ અધવચ્ચે જ છોડીને ભાગી ગયો અને...

 શહેરના ગોમતીપુરમાં એક એવી વિચિત્ર પ્રેમ કહાની સામે આવી જે સાંભળીને ખુદ પોલીસ પણ અચંબામાં પડી ગઈ 17 વર્ષની સગીરા તેના પિતાને સોરી સોરી સોરી આટલું લખી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. શરૂઆતમાં તો તે તેના પ્રેમી સાથે લગ્ન કરવા નીકળી હતી પરંતુ ઉંમર નાની હોવાથી લગ્ન ન કરી શકે બાદમાં પ્રેમીના ધાંગધ્રા ખાતેના ગામ ગઈ પરંતુ બાદમાં તેને જાણ થઈ કે પોલીસ ફરિયાદ થઇ ગઇ છે. જેના કારણે તેના પ્રેમીએ તેને વિરમગામ એકલી મૂકી દીધી.સગીરાના પરિવારને જાણ કરી દીધી હતી. 

પપ્પા હું પ્રેમને પામવા જઇ રહી છું મને શોધશો નહી? તરૂણીને પ્રેમીએ અધવચ્ચે જ છોડીને ભાગી ગયો અને...

ઉદય રંજન/અમદાવાદ :  શહેરના ગોમતીપુરમાં એક એવી વિચિત્ર પ્રેમ કહાની સામે આવી જે સાંભળીને ખુદ પોલીસ પણ અચંબામાં પડી ગઈ 17 વર્ષની સગીરા તેના પિતાને સોરી સોરી સોરી આટલું લખી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. શરૂઆતમાં તો તે તેના પ્રેમી સાથે લગ્ન કરવા નીકળી હતી પરંતુ ઉંમર નાની હોવાથી લગ્ન ન કરી શકે બાદમાં પ્રેમીના ધાંગધ્રા ખાતેના ગામ ગઈ પરંતુ બાદમાં તેને જાણ થઈ કે પોલીસ ફરિયાદ થઇ ગઇ છે. જેના કારણે તેના પ્રેમીએ તેને વિરમગામ એકલી મૂકી દીધી.સગીરાના પરિવારને જાણ કરી દીધી હતી. 

ગોમતીપુર વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા બ્યુટીપાર્લનું કામ શિખતી હતી. ત્યારે તેની એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. બાદમાં જે મિત્ર હતી તેના ભાઈ સાથે પણ તેની મિત્રતા થઇ. ત્રણેક વર્ષ સુધી સગીરા અને યુવક વચ્ચે મિત્રતા રહી પરંતુ છેલ્લા છ મહિનાથી આ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરિવારને જાણ થતાં તેની સાથે સંબંધ ન રાખવાનું કહેતાં આ સગીરા એક દિવસ તેના પિતાને એક ચિઠ્ઠી લખી ઘરેથી પ્રેમી સાથે નીકળી ગઈ હતી. પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી ત્યારે પોલીસને જાણવા મળ્યું કે યુવકનું જે ગામ છે ત્યાં સગીરા અને તેનો પ્રેમી હોઈ શકે છે. જેથી પોલીસે તપાસ તેજ કરી અને સગીરાની ભાળ મેળવી.

ફરાર થતા પહેલા સગીરા એક ચિઠ્ઠી લખીને ગઈ હતી. જેમાં તેણે પિતાની માફી માગી હતી. જેમાં લખ્યું કે SORRY હું એક યુવકને ખૂબ જ પ્રેમ કરૂ છું અને તેની સાથે લગ્ન કરી લીધા છે. શોધખોળ કરવી નહીં. જોકે ફરિયાદ બાદ પોલીસે આરોપીની તપાસ કરતા તે ધ્રાંગધ્રા હોવાનું સામે આવ્યું. પોલીસે સગીરા બાબતે તપાસ કરી તો ફરિયાદ થઈ હોવાથી પ્રેમીએ સગીરાને વિરમગામ રોડ પર તરછોડી હોવાનું સામે આવ્યું. જેથી પોલીસે સગીરાની ભાળ મેળવી અને બાદમાં આરોપીની ધરપકડ કરી.

નવાઈની વાત તો એ છે કે ફિલ્મી કહાની જેવી પ્રેમ કહાનીમાં જ્યારે સગીરા ભાગી હતી, ત્યારે સૌપ્રથમ તેને પોતાની ઉંમર નાની છે તે બાબતનો પણ જાણે કે ખ્યાલ ન હોય તેમ તે લગ્ન કરવા નીકળી હતી. પરંતુ અમદાવાદમાં અનેક જગ્યાઓ પર ફરી ત્યારે તેના લગ્ન 17 વર્ષની ઉંમરે શક્ય ન હોવાનું તેને જાણવા મળ્યું અને બાદમાં તે તેના પ્રેમી સાથે ધાંગધ્રા પહોંચી પરંતુ બાદમાં પોલીસ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ વાતની પ્રેમી ને જાણ થતાં તેણે તેની સગીરા પ્રેમિકાને તરછોડી મૂકી અને અંતે પ્રેમ કરવાનું માઠું પરિણામ સગીરાને મળ્યું. સગીરાએ પ્રેમી પણ ગુમાવ્યો અને પિતા સાથે કરેલા વર્તનને પણ ભૂલ તરીકે સ્વીકારી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news