CSK vs PBKS: ધોનીનો મોટો રેકોર્ડ તબાહ... જાડેજાનો કરિશ્મા, વોટસન-યુવરાજના IPL રેકોર્ડની બરાબરી

પંજાબ કિંગ્સ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરતા ચેન્નઈ સુપર કિંગ્સે 28 રનથી જીત મેળવી હતી. ચેન્નઈની જીતમાં રવીન્દ્ર જાડેજાની મહત્વની ભૂમિકા રહી હતી. આ સાથે જાડેજાએ ધોનીનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.

CSK vs PBKS: ધોનીનો મોટો રેકોર્ડ તબાહ... જાડેજાનો કરિશ્મા, વોટસન-યુવરાજના IPL રેકોર્ડની બરાબરી

નવી દિલ્હીઃ Ravindra Jadeja Broke Dhoni Record: આઈપીએલ 2024ની 53મી મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને 28 રને પરાજય આપ્યો હતો. ચેન્નઈની જીતમાં ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેણે પહેલા બેટિંગ કરતા 43 રન ફટકાર્યા, જેની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સ 167 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી. ત્યારબાદ જાડેજાએ બોલિંગમાં કમાલ કર્યો અને પંજાબના ત્રણ બેટરોને આઉટ કર્યા હતા. પોતાના આ પ્રદર્શનની મદદથી જાડેજાએ યુવરાજ સિંહ અને શેન વોટસનના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. સાથે એમએસ ધોનીનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.

યુવરા-વોટસનના રેકોર્ડની બરોબરી
જાડેજાએ આ મેચમાં 40+ રન અને 3 વિકેટ ઝડપી હતી. આ ત્રીજી વખત છે જ્યારે જાડેજાએ આઈપીએલની કોઈ મેચમાં 40થી વધુ રન બનાવવા ઉપરાંત 3 વિકેટ લીધી હતી. આ સાથે તેણે શેન વોટસન અને યુવરાજ સિંહના રેકોર્ડની બરોબરી કરી છે. યુવરાજ સિંહ અને શેન વોટસને પણ આઈપીએલમાં ત્રણ વખત એક મેચમાં 40+ રન અને 3 વિકેટ લેવાનો કમાલ કરી ચૂક્યા છે. આ મામલામાં જાડેજાએ આંદ્રે રસેલને પાછળ છોડી દીધો છે, જે બે વખત આ કરિશ્મા કરી ચૂક્યો છે.

એક આઈપીએલ મેચમાં 40+ રન અને 3 વિકેટ લેનાર ખેલાડી
3 - શેન વોટસન
3 - યુવરાજ સિંહ
3 - રવિન્દ્ર જાડેજા
2 - આન્દ્રે રસેલ

તોડ્યો ધોનીનો મહારેકોર્ડ
જાડેજાને શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. આ સાથે તે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ખેલાડી બની ગયો છે. જાડેજાએ 16મી વખત આ એવોર્ડ પોતાના નામે કર્યો છે. ધોની 15 વખત ચેન્નઈ સુપર કિંગ્સ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ચૂક્યો છે. સુરેશ રૈના આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. તેણે 12 વખત આ એવોર્ડ પોતાના નામે કર્યો છે.

IPL માં CSK માટે સર્વાધિક POTM એવોર્ડ
16 - રવીન્દ્ર જાડેજા
15 - એમએસ ધોની
12 - સુરેશ રૈના
11 - ઋતુરાજ ગાયકવાડ
10 -  માઇકલ હસી

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news