₹2700 થી તૂટી ₹10 રૂપિયાથી નીચે આવ્યો હવે આ શેર, હવે વેચાઈ રહી છે કંપની, બસ મંજૂરીમાં વિલંબ
Anil Ambani Company Stock: અનિલ અંબાણીની દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ કેપિટલની વેચાણ પ્રક્રિયામાં કોઈને કોઈ કારણે વિલંબ થઈ રહ્યો છે.
Trending Photos
Anil Ambani Company Stock: અનિલ અંબાણીની દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ કેપિટલના વેચાણની પ્રક્રિયામાં કોઈને કોઈ વિલંબ થઈ રહ્યો છે. હકીકતમાં રિલાયન્સ કેપિટલનું અધિગ્રહણ હિન્દુજા ગ્રુપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL)એ કરી છે. હવે
IIHL ના ચેરમેન અશોક હિન્દુજાએ જણાવ્યું કે તેને રિલાયન્સ કેપિટલના 9650 કરોડ રૂપિયાના અધિગ્રહણ માટે વીમા નિયામક ઇરડાથી હજુ સુધી મંજૂરી મળી નથી.
શું કહ્યું ચેરમેને
IIHL ના ચેરમેને કહ્યું કે અમે સોદા માટે નવેમ્બરથી ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)ના સંપર્કમાં છીએ. IIHL ને જલ્દીથી જલ્દી મંજૂરી મળવાની આશા છે. અશોક હિન્દુજાએ તે પણ જણાવ્યું કે IIHL ઇરડાની મંજૂરીના 48 કલાકની અંદર બોલી રકમની ચુકવણી કરી સોદો પૂરો કરી લેશે.
7500 કરોડ રૂપિયાનો કરાર
અશોક હિન્દુજાએ કહ્યું કે IIHL એ અધિગ્રહણ માટે બેન્કોના એક સમુહથી 7500 કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. પરંતુ તેમણે ફંડ આપનાર બેન્કો વિશે માહિતી આપવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે એક મુખ્ય બેન્ક છે, જે સમય આવવા પર પૈસાની વ્યવસ્થા કરશે. હિન્દુજાએ કહ્યું કે 2000 કરોડ રૂપિયાથી વધુના બાકી રૂપિયાની વ્યવસ્થા IIHL કરશે.
શું છે મામલો
રિલાયન્સ કેપિટલ માટે રૂ. 9,650 કરોડની બાયઆઉટ પ્રક્રિયાને અમલમાં મૂકવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની 27 મેની સમયમર્યાદામાં માત્ર ત્રણ અઠવાડિયાથી વધુ સમય બાકી છે. નોંધનીય છે કે રિલાયન્સ કેપિટલ ભારે દેવાને કારણે નાદાર પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે અને તેને હિન્દુજા સમુહના IIHL એ સૌથી મોટી બોલી લગાવી પોતાના કબજામાં કરી હતી.
શેરની સ્થિતિ
નોંધનીય છે કે રિલાયન્સ કેપિટલના શેરનું ટ્રેડિંગ બંધ છે. કંપની ડી-લિસ્ટિંગ પ્રક્રિયામાંથી પસાર થઈ શકે છે. આશરે 15 વર્ષ પહેલા 2700ના આ શેરને કારણે ઈન્વેસ્ટર કંગાળ બની ગયા કારણ કે તેનો ભાવ તૂટી 10 રૂપિયાથી નીચે આવી ગયો હતો. હવે કંપનીનું ટ્રેડિંગ ઠપ્પ પડ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે