રણજી ટ્રોફી 2018-19: સાતમો રાઉન્ડ, ચોથા દિવસની રમતનો રાઉન્ડ અપ

રણજી ટ્રોફીના સાતમાં રાઉન્ડમાં સૌરાષ્ટ્ર-મુંબઈ વચ્ચેનો મેચ ડ્રો રહ્યો હતો. એલિટ ગ્રુપ-એમાં સૌરાષ્ટ્ર સાત મેચમાં 26 પોઈન્ટ લઈને ટેબલમાં પ્રથમ સ્થાને છે. 

રણજી ટ્રોફી 2018-19: સાતમો રાઉન્ડ, ચોથા દિવસની રમતનો રાઉન્ડ અપ

નવી દિલ્હીઃ રણજી ટ્રોફી 2018-19નો સાતમો રાઉન્ડ આજે સમાપ્ત થઈ ગયો છે. કર્ણાટક, હિમાચલ પ્રદેશ ઓડિશા અને બિહારે જ્યાં પોત-પોતાનો મુકાબલામાં જીત મેળવી તો ઘણા મેચ ડ્રો પર સમાપ્ત થયા છે. કેદાર જાધવે મહારાષ્ટ્ર માટે શાનાદર સદી ફટકારી તો કૃષ્ણપ્પા ગૌતમે બીજી ઈનિંગમાં કર્ણાટક માટે 6 વિકેટ ઝડપી હતી. 

આવો નજર કરીએ ચોથા દિવસની રમતના રાઉન્ડ-અપ પર

# એલીટ ગ્રુપ એઃ
વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ અને સૌરાષ્ટ્ર વચ્ચે મેચ ડ્રો રહ્યો. મુંબઈએ પ્રથમ ઈનિંગમાં 394 અને બીજી ઈનિંગમાં 238/8નો સ્કોર કર્યો. સૌરાષ્ટ્રએ 348 અને 266/7નો સ્કોર બનાવ્યો હતો. આ સાથે સૌરાષ્ટ્ર 26 પોઈન્ટ સાથે એલીટ ગ્રુપ-એમાં ટોંચના સ્થાને છે. 

રાયપુરમાં છત્તીસગઢ અને મહારાષ્ટ્ર વચ્ચે મેચ ડ્રો રહ્યો. મહારાષ્ટ્રએ પ્રથમ ઈનિંગમાં 239 અને બીજી ઈનિંગમાં 397/9 રન બનાવ્યા હતા. છત્તીસગઢ પ્રથમ ઈનિંગમાં 462 અને બીજી ઈનિંગમાં 91/6 રન બનાવી શક્યું હતું. 

નાગપુરમાં વિદર્ભ અને ગુજરાત વચ્ચે પણ મેચ ડ્રો રહ્યો હતો. ગુજરાતે પ્રથમ ઈનિંગમાં 321 અને બીજી ઈનિંગમાં 214/6 રન બનાવ્યા. વિદર્ભે વસીમ જાફરના 126 રનની મદદથી 485 રન ફટકાર્યા હતા. 

શિમોગામાં કર્ણાટકે રેલવેને 176 રને પરાજય આપ્યો હતો. કર્ણાટકે પ્રથમ ઈનિંગમાં 214 અને બીજી ઈનિંગમાં 290/2 રન બનાવ્યા હતા. જવાબમાં રેલવેની ટીમ 143 અને 185 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. કૃષ્ણપ્પા ગૌતમે મેચમાં કુલ 7 વિકેટ ઝડપી હતી. 

# એલીટ ગ્રુપ-બી
હૈદરાબાદમાં રમાયેલી પંજાબ અને હૈદરાબાદ વચ્ચેની મેચ ડ્રો રહી હતી. હૈદરાબાદે પ્રથમ ઈનિંગમાં 317 અને બીજી ઈનિંમગાં 323/3 રન બનાવ્યા હતા. પંજાબે પ્રથમ ઈનિંગમાં 303 અને બીજી ઈનિંગમાં 324/8 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 148 રનની શાનદાર ઈનિંગ રમી હતી. 

વિશાખાપટ્ટનમમાં આંધ્ર અને બંગાળ વચ્ચે પણ મેચ ડ્રો રહ્યો હતો. બંગાળે પ્રથમ ઈનિંગમાં 300 અને બીજી ઈનિંગમાં 223/7 રન બનાવ્યા હતા. આંધ્રની પ્રથમ ઈનિંગ 321 અને બીજી ઈનિંગમાં 170/7 પર રહી હતી. 

ધર્મશાળામાં હિમાચલ પ્રદેશે તમિલનાડુને 9 વિકેટે પરાજય આપ્યો હતો. તમિલનાડુએ પ્રથમ ઈનિંગમાં 227 અને બીજી ઈનિંગમાં 345 રન બનાવ્યા હતા. જવાબમાં હિમાચલે પ્રથમ ઈનિંગમાં 463 અને બીજી ઈનિંગમાં 111/1 રન બનાવીને મેચ જીતી લીધી હતી. 

ફિરોઝશાહ કોટલામાં દિલ્હીએ મધ્યપ્રદેશને 9 વિકેટે પરાજય આપ્યો હતો. મધ્ય પ્રદેશે પ્રથમ ઈનિંગમાં 132 અને બીજી ઈનિંગમાં 157 રન બનાવ્યા હતા. દિલ્હીએ પ્રથમ ઈનિંગમાં 261 અને બીજી ઈનિંગમાં 31 રન બનાવીને મેચ જીતી લીધી હતી. 

# એલીટ ગ્રુપ સી
જમ્મૂમાં ઓડિશાએ જમ્મુ કાશ્મીરને 8 વિકેટે પરાજય આપ્યો હતો. જમ્મૂ-કાશ્મીરે પ્રથમ ઈનિંગમાં 127 અને બીજી ઈનિંગમાં 391 રન બનાવ્યા હતા. જવાબમાં ઓડિશાએ 323 અને 197/2 રન બનાવીને મેચ જીતી લીધી હતી. 

જયપુરમાં રાજસ્થાન અને હરિયાણા વચ્ચેની મેચ ડ્રો રહી હતી. હરિયાણાએ પ્રથમ ઈનિંગમાં 118 અને બીજી ઈનિંગમાં 462/8 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાને 490/6 રનનો સ્કોર કર્યો હતો. 

રાંચીમાં ઝારખંડે સર્વિસેઝને 81 રને પરાજય આપ્યો હતો. ઝારખંડે 193 અને 343 રન બનાવ્યા. જવાબમાં સર્વિસેઝની ટીમ 267 અને 188 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

ગુવાહાટીમાં આસામે ગોવાને 7 વિકેટે હરાવ્યું હતું. આસામે પ્રથમ ઈનિંગમાં 175 અને બીજી ઈનિંગમાં 235 રન બનાવ્યા હતા. જેના જવામાં ગોવા 193 અને 210 રન બનાવી આઉટ થઈ ગયું હતું. 

લખનઉમાં ઉત્તર પ્રદેશે ત્રિપુરાને એક ઈનિંગ અને 384 રને કારમો પરાજય આપ્યો હતો. યૂપીએ પ્રથમ ઈનિંગમાં 7 વિકેટ પર 552 રન બનાવ્યો હતો, જવાબમાં ત્રિપુરાની ટીમ પ્રથમ ઈનિંગમાં 108 અને બીજી ઈનિંગમાં માત્ર 60 રન બનાવી શકી હતી. 

પ્લેટ ગ્રુપ
પુડ્ડુચેરી અને ઉત્તરાખંડ વચ્ચે મેચ ડ્રો રહ્યો. વરસાદને કારણે મેચ માત્ર થોડી ઓવર જ રમાયો હતો. જેમાં પુડ્ડુચેરીએ 23/3નો સ્કોર કર્યો હતો. 

પટનામાં બિહારે નાગાલેન્ડને 273 રનથી હરાવી દીધું હતું. બિહારે પ્રથમ ઈનિંગમાં 150 અને બીજી ઈનિંગમાં 505/8નો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં નાગાલેન્ડની ટીમ 209 અને 173 રન બનાવી શકી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news