1 જાન્યુઆરીથી મોદી સરકાર શરૂ કરશે સૌથી મોટી યોજના, માત્ર 21 દિવસમાં આપશે નોકરી

1 જાન્યુઆરીથી મોદી સરકાર શરૂ કરશે સૌથી મોટી યોજના, માત્ર 21 દિવસમાં આપશે નોકરી

નવી દિલ્હીઃ મોદી સરકાર નવા વર્ષમાં નવી ભેટ આપવાની તૈયારીઓ કરી રહી છે. ખાસ કરીને બેરોજગારો માટે મોદી સરકારે વિશેષ આયોજન કર્યું છે. 1 જાન્યુઆરી બાદ બેરોજગારોને માત્ર કેટલાક દિવસમાં જ નોકરી મળી જશે. મોદી સરકાર 1 જાન્યુઆરીથી વધુ એક સૌથી મોટી યોજના શરૂ કરવા જઈ રહી છે. આ યોજના અંતર્ગત બેરોજગારોને પોતાની સાથે જોડીને તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે અને નોકરી પણ. સરકાર તેમને વરૂણ મિત્ર બનાવીને રોજગાર આપશે. 

'વરૂણ મિત્ર' શું છે?
મોદી સરકારનો આ કાર્યક્રમ મિનિસ્ટ્રી ઓફ MNRE અને NISE દ્વારા સંચાલિત છે. તેને સોલર વોટર પમ્પિંગ 'વરૂણ મિત્ર' નામ અપાયું છે. આ કાર્યક્રમમાં બેરોજગારોને વિશેષ તાલીમ આપવામાં આવશે અને આ તાલીમ બાદ તેમને નોકરી પણ મળી જશે. આ ટ્રેનિંગ 1 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી, 2019 દરમિયાન આપવામાં આવશે. જેમાં કુલ 120 કલાકનો ક્લાસ લેવામાં આવશે. કાર્યક્રમ સાથે જોડાવા માટે તમારે 28 ડિસેમ્બર પહેલાં અરજી કરી દેવાની રહેશે. 

Get Job Under Varun Mitra Yojana, Modi Government to start program from 1 January

સરકારનો હેતુ શું છે?
સરકાર આ કાર્યક્રમની મદદથી અનેક પ્રકારની સોલાર સિસ્ટમ અંગે લોકોને તાલીમ આપવા માગે છે. જેમાં રિન્યુએબલ એનર્જી, સોલાર રિસોર્સ એસેસમેન્ટ અને સોલાર ફોટોવોલ્ટિક, સાઈટ ફિઝિબિલિટી, વોટર ટેબલ, સોલાર વોટર પમ્પિંગ કમ્પોનન્ટના જુદા-જુદા પ્રકાર, ડીટી કન્વર્ટર, ઈન્વર્ટર, બેટરી, મોટર્સ, પમ્પ મોટર, ઈન્સ્ટોલેશન ઓફ ગ્રિડ એન્ડ સ્ટેન્ડ અલોન સોલાર પી.વી. વોટર પમ્પિંગ સિસ્ટમ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સોલાર પીવી વોટર પમ્પિંગ સિસ્ટમ દ્વારા સેફ્ટી પ્રેક્ટિસ, ઓપરેશન્સ એન્ડ મેઈન્ટેનન્સ, ટેસ્ટિંગ અને કમિશનિંગની પણ માહિતી આપવામાં આવશે. 

કેવા પ્રકારની ટ્રેનિંગ હશે 
આ કાર્યક્રમ અંતર્ગત જુદા-જુદા મોડ હશે. તેમાં ક્લાસરૂમ લેક્ચર ઉપરાંત પ્રેક્ટિકલ હેન્ડ્સઓન, ફીલ્ડ વિઝિટ અને ઈન્ડસ્ટ્રિયલ વિઝિટ પણ કરાવાશે. ટ્રેનિંગ મફતમાં આપવામાં આવશે, પરંતુ જો તમે હોસ્ટેલમાં રહેવા માગતા હોવ તો તમારે રોજના રૂ.600 આપવાના રહેશે. આ ટ્રેનિંગ ઈલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ, આઈએન્ડસીમાં ડિપ્લોમા હોલ્ડર્સ, ગ્રેજ્યુએટ એન્જિનિયર, સોલર એન્ટરપ્રેન્યોર્સ, પીએસયુ અધિકારી માટે ફાયદાકારક સાબિત થશે. 

કેવી રીતે અરજી કરી શકાશે 
ટ્રેનિંગ માટે તમારા 28 ડિસેમ્બર સુધીમાં vrunmitra.nise@gmail.com કે startups.nise@gmail.com પર એક ઈમેલ કરવાનો હશે. નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને તમે ફોર્મ પણ ડાઉનલોડ કરી શકો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news