ATP રેન્કિંગઃ ટોંચ પર નડાલ યથાવત, રોજર ફેડરર બીજા સ્થાને

સ્વિટ્ઝરલેન્ડનો દિગ્ગજ રોજર ફેડરર બીજા સ્થાન પર અને જર્મનીનો એલેક્જેન્ડર જ્વેરેવ ત્રીજા સ્થાન પર છે.

ATP રેન્કિંગઃ ટોંચ પર નડાલ યથાવત, રોજર ફેડરર બીજા સ્થાને

મેડ્રિડઃ સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલે પુરૂષ ટેનિસ સંઘ (ATP) રેન્કિંગમાં ટોંચ પર પોતાનું સ્થાન યથાવત પાખ્યું છે. સોમવારે જારી થયેલા તાજા રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકાનો ખેલાડી કેવિન એન્ડરસન એક સ્થાન નીચે આવીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. સમાચાર એજન્સી એફેના રિપોર્ટ પ્રમાણે, બુલ્ગારિયાનો ગ્રિરોર દિવિત્રોવે એન્ડરસનને પછાડતા પાંચમું સ્થાન હાસિલ કર્યું છે. 

સ્વિટ્ઝરલેન્ડનો દિગ્ગજ રોજર ફેડરર બીજા સ્થાન પર અને જર્મનીનો એલેક્જેન્ડર જ્વેરેવ ત્રીજા સ્થાન પર છે. ચોથા સ્થાન પર આર્જેન્ટીનાનો જુઆન માર્ટિન ડેલ પોટરો છે. આ સિવાય ક્રોએશિયાનો મારિન સિલિચ સાતમાં, ઓસ્ટ્રેલિયાનો ડોમિનિક થીમ આઠમાં, અમેરિકાનો જોન ઇસનેર નવમાં અને સર્બિયાનો નોવાક જોકોવિક 10માં સ્થાન પર છે. 

વોશિંગ્ટન ઓપનના ફાઇનલ સુધીની સફર કરનારા યુવા ખેલાડી ઓસ્ટ્રેલિયાનો કે એલેક્સ ડી મિનાઉરે લાંબી છલાંગ લગાવીને 27મું સ્થાન હાસિલ કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news