કરુણાનિધિની તબીયત લથડી, મેડિકલ બુલેટિનમાં કહ્યું 24 કલાક ખુબ મહત્વના
તમિલનાડુના પૂર્વમુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ કરુણાનિધિની હજી પણ નાજુક છે અને હોસ્પિટલનું કહેવું છેકે આગામી 24 કલાક તેમના માટે ખુબ જ મહત્વનાં છે
Trending Photos
નવી દિલ્હી : તમિલનાડુના પુર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ.કરુણાનિધીની તબીયતહજી પણ ગંભીર છે. હોસ્પિટલ દ્વારા અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આગામી 24 કલાક તેમના માટે ખુબ જ મહત્વનાં છે. તેમના પર નજર રાખવામાં આવશે. કાવેરી હોસ્પિટલની તરફથી બહાર પડેલા મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, કરૂણાનિધિની સ્થિતી હજી પણ ગંભીર છે. કરુણાનિધિ 29 જુલાઇથી ઇટેસિવ કેર યૂનિટ (ICU)માં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે.
હોસ્પિટલ દ્વારા ઇશ્યું કરાયેલા નિવેદનમાં કહ્યું છે કે, કરુણાનિધિની ઉંમરની તુલનાએ તેમના શરીરના તમામ ઓર્ગન્સને યોગ્ય રીતે ફંક્શન કરાવવામાં ઘણી મહેનત કરવી પડી રહી છે. તેમના પર સતત નજર રાખવામાં આવી રહી છે અને એક્ટિવ મેડિકલ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. સારવાર દરમિયાન રિસ્પોન્સ જ આગળની સારવાર માટેનો રસ્તો નિશ્ચિત કરશે.
અગાઉ કરુણાનિધિ મળવા માટે સતત એક પછી એક નેતાઓ આવી રહ્યા છે. આજે બપોરે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ એસ.થિરુનાવુકકરસર પણ મળવા માગે ગયા હતા. દક્ષિણના ઘણા ટોપના નેતાઓ તેમને મળી ચુક્યા છે.
આ વર્ષે 3 જુને કરુણાનિધિએ પોતાનો 94મો જન્મ દિવસ મનાવ્યો હતો. બરોબર 50 વર્ષ પહેલા 26 જુલાઇએ જ તેમણે ડીએમકેની કમાન સંભાળી હતી.લાંબા સમય સુધી કરુણાનિધિના નામ દરેક ચૂંટણીમાં પોતાની સીટ નહી હારવાનો રેકોર્ડ પણ રહ્યો. તે પાંચ વખત મુખ્યમંત્રી અને 12 વખત વિધાનસભા સભ્ય રહ્યા છે. અત્યાર સુધી જે પણ સીટ પર ચૂંટણી લડ્યા છે, તેમણે હંમેશા જીત નોંધી છે.
કરુણાનિધિએ 1969માં પહેલીવાર રાજ્યના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું. આ સાથે જ 2003માં આખરી વખત મુખ્યમંત્રી બન્યા હતા. અત્રે નોંધનીય છે કે કરુણાનિધિની તબિયત હાલ ઘણી સીરિયસ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે