Tokyo Olympics: Closing Ceremony માં નીરજ ચોપડા નહીં પરંતુ આ ખેલાડીના હાથમાં હશે તિરંગો
ભારત માટે ટોકિયો ઓલિમ્પિકની સફર આ વખતે શાનદાર રહી છે. પરંતુ ગણતરીની પળોમાં હવે ક્લોઝિંગ સેરેમની આયોજીત થવાની છે.
Trending Photos
ટોકિયો: ભારત માટે ટોકિયો ઓલિમ્પિકની સફર આ વખતે શાનદાર રહી છે. પરંતુ ગણતરીની પળોમાં હવે ક્લોઝિંગ સેરેમની આયોજીત થવાની છે. આજે થનારા આ સમાપન સમારોહમાં જેટલા ભારતીય ખેલાડીઓને ભાગ લેવો હોય તેટલા ખેલાડીઓ ભાગ લઈ શકે છે. પરંતુ અધિકારીઓ ફક્ત 10 જ સામેલ થશે.
ટ્રેક સૂટમાં જોવા મળશે ભારતીય ખેલાડીઓ
ટોકિયો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ખેલાડીઓએ જ્યાં પરંપરાગત પોષાક પહેર્યો હતો ત્યાં ક્લોઝિંગ સેરેમનીમાં ટ્રેક સૂટમાં જોવા મળશે. ભારતીય સમય અનુસાર સાંજે 4.30 વાગે શરૂ થનારા સમારોહમાં હોકી અને કુશ્તીના મોટાભાગના ખેલાડીઓ ભાગ લે તેવી આશા છે.
બજરંગ પુનિયા સંભાળશે તિરંગો
બ્રોન્ઝ મેડલ જીતનારા રેસલર બજરંગ પુનિયા ટોકિયો ઓલિમ્પિકની ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય દળનું નેતૃત્વ કરશે. તેમના હાથમાં તિરંગો ઝંડો હશે. નોંધનીય છે કે ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને બોક્સર એમસી મેરીકોમ ઓપનિંગ સેરેમનીમાં ભારતના ધ્વજવાહક હતા.
નીરજ ચોપડાને ભવિષ્યમાં મળશે તક
ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રોટોકોલ મુજબ ટોકિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપડા એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ સહિત ભવિષ્યની ખેલ સ્પર્ધાઓમાં દેશના ધ્વજવાહક બનશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે