મહાકાલ દર્શને ગયેલો સુરતનો યુવક શિપ્રા નદીમાં ડૂબ્યો, બે યુવકોને બચાવી લેવાયા

હાલ મધ્યપ્રદેશની નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે. ત્યારે ગુજરાતથી મહાકાલના દર્શને ગયેલા સુરતના મુસાફર સાથે દર્દનાક ઘટના બની છે. શિપ્રા નદીમાં ડૂબકી લગાવનાર સુરતના ત્રણ લોકોમાંથી એકનું મોત નિપજ્યુ છે. નદીમાં ડૂબતા બે લોકોને બચાવી લેવાયા હતા. 
મહાકાલ દર્શને ગયેલો સુરતનો યુવક શિપ્રા નદીમાં ડૂબ્યો, બે યુવકોને બચાવી લેવાયા

ઝી મીડિયા/બ્યૂરો :હાલ મધ્યપ્રદેશની નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે. ત્યારે ગુજરાતથી મહાકાલના દર્શને ગયેલા સુરતના મુસાફર સાથે દર્દનાક ઘટના બની છે. શિપ્રા નદીમાં ડૂબકી લગાવનાર સુરતના ત્રણ લોકોમાંથી એકનું મોત નિપજ્યુ છે. નદીમાં ડૂબતા બે લોકોને બચાવી લેવાયા હતા. 

બે મિત્રોને બચાવી લેવાયા, રવિ ન બચી શક્યો 
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરથી 10 લોકો ઉજ્જૈન પ્રવાસે આવ્યા હતા. આ તમામ લોકો સુરતની ટેક્સટાઈલ મિલમાં કામ કરે છે. તમામ લોકો મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. શ્રાવણ મહિનો હોવાથી તમામ લોકો મહાકાલ દર્શન કરવા આવ્યા હતા. પરંતુ શિપ્રા નદીના ઘાટ પર આજે હરિયાળી અમાસને કારણે સ્નાનની ભારે ભીડ હતી. રવિ ગુપ્તા, વિષ્ણુ દુબે અને બ્યાસ નામના ત્રણેય મિત્રો પણ મહાકાલ દર્શને આવ્યા હતા. શિપ્રા નદીના રામ ઘાટ પર ભીડ હોવાને કારણે આગળ સિદ્ધા આશ્રમની પાસે આવેલા ઘાટમાં ન્હાવા ગયા હતા. આ દરમિયાન ત્રણેય યુવક ડૂબવા લાગ્યા. ત્રણેય યુવકોએ બચાવવા માટે બૂમો પાડી હતી. જેમાંથી બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ રવિને ન બચાવી શકાયો.

હરિયાળી અમાસ હોવાથી ઉજ્જૈનમાં ભીડ ઉમટી 
રવિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ કરી હતી. હરિયાળી અમાસ હોવાથી આજે મહાકાલના દર્શને મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. જેને કારણે ઘાટ પર સ્નાન કરનારા લોકોની પણ ભારે ભીડ છે. બીજી તરફ, ભારે વરસાદને કારણે મધ્ય પ્રદેશની નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે. જેને કારણે નદીઓમાં પાણીનું વહેણ વધી ગયુ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news