જો માની લેવાય મોઇન અલીનું સૂચન તો ક્રિકેટની દુનિયામાં આવી જાય મોટું પરિવર્તન 

મોઇન અલીની ગણતરી ઇંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર તરીકે થાય છે

જો માની લેવાય મોઇન અલીનું સૂચન તો ક્રિકેટની દુનિયામાં આવી જાય મોટું પરિવર્તન 

મુંબઈ : ઇંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર મોઇન અલીએ વેસ્ટઇન્ડિઝના ફાસ્ટ બોલર શેનોન ગ્રેબિઅલ દ્વારા સમલૈંગિકતા પર કરવામાં આવેલી ટિપ્પણી પછી કહ્યું છે કે મેચ દરમિયાન સ્ટમ્પ માઇકનો અવાજ વધારવો જોઈએ જેથી આવા ખેલાડીઓને પકડી શકાય. ગ્રેબિએલે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સેન્ટ લુસિયામાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન મહેમાન ટીમના કેપ્ટન જો રૂટ સાથે ચર્ચા દરમિયાન સમલૈંગિકતા વિશે કમેન્ટ કરી હતી જેના કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તેના પર ચાર મેચનો પ્રતિબંધ લગાવ્યો હતો. 

જોકે, ઇંગ્લેન્ડના કોચ ટ્રેવર બેલિસ સહિત કેટલાક લોકોનું માનવું છે કે સ્ટમ્પ માઇકનો અવાજ ઓછો કરી દેવો જોઈએ. ઇએસપીએનએ મોઇનનું નિવેદન જણાવ્યું છે કે હવે સમય આવી ગયો છે કે લોકો સારું વર્તન કરે. હકીકતમાં સ્ટમ્પ માઇકનો અવાજ વધારી દેવો જોઈએ. એને ઓછો કરવાની શું જરૂર છે ? જેથી લોકો અભદ્ર ભાષાનો ઉપયોગ કરી શકે ? વ્યક્તિગત નિવેદનબાજીની કોઈ જરૂરિયાત નથી. 

મોઇન અલીએ પોતાના આ નિવેદનની સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ''આ ખરાબ ઘટન છે કારણ કે શેનોસ એક સારો અને શાંત ખેલાડી છે. લોકોના મોંમાંથી વસ્તુઓ આવતી રહેતી હોય છે અને કોઈ એનાથી બચી નથી શકતું. તમારે સચેત રહેવું પડશે. હંમેશા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાની જરૂર નથી. અમે લોકોને રમત સાથે જોડવા ઇચ્છીએ છીએ. સ્લેજિંગ કરવાના અન્ય રસ્તા છે. આ બધાથી બચવા માઇકનો અવાજ વધારવો જોઈએ.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news