INDIAN રેલવે પ્રવાસીઓને બહુ જલ્દી આપશે મોટી ગિફ્ટ, પિયુષ ગોયલે કરી જાહેરાત
વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) એટલે કે Train 18 પ્રવાસીઓ માટે શરૂ થવાની છે
Trending Photos
મુંબઈ : વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) એટલે કે Train 18 હવે 17 ફેબ્રુઆરીથી પ્રવાસીઓ માટે શરૂ થવાની છે. આ પરિસ્થિતિમાં ઇન્ડિયન રેલવે પ્રવાસીઓને મોટી ગિફ્ટ આપવાની તૈયારીમાં છે. રેલમંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે હજી 100 વધારે Train 18 બનશે. રેલ મંત્રીએ Train 18ને રેલવેની મોટી ઉપલબ્ધિ ગણાવી છે.
પિયુષ ગોયલે કહ્યું છે કે રેલવે વધારે ટ્રેનો માટે ટેન્ડર જાહેર કર્યું છે. આ સિવાય બહુ જલ્દી વધારે 100 જેટલી ટ્રેનોનો ઓર્ડર આપવામાં આવશે. પિયુષ ગોયલે કહ્યું છે કે ટ્રેનોને બીજા દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવશે. 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી આ ટ્રેન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ સારું એવું રોકાણ થઈ રહ્યું છે.
શું છે ખાસ ટ્રેન 18માં?
- આ દેશની પહેલી એન્જિન વગરની સૌથી ઝડપથી દોડતી ટ્રેન છે.
- આ ટ્રેનને ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)માં 100 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.
- આ ટ્રેનના દરવાજા ઓટોમેટિક છે અને એ સંપૂર્ણ રીતે AC ટ્રેન છે.
- આ ટ્રેનમાં 16 કોચ છે અને એમાં 1100થી વધારે પ્રવાસીઓ એમાં પ્રવાસ કરી શકે છે.
- આ ટ્રેનમાં બે એક્ઝિક્યુટિવ ચેર કાર છે જેમાં 56 પ્રવાસીઓ બેસી શકે છે.
- વંદે માતરમ 30 વર્ષ જુની શતાબ્દી એક્સપ્રેસની જગ્યા લેશે. આના 16 કોચમાંથી 12 કોચ નોર્મલ ચેરકાર છે. દરેક બોગીમાં 78 સીટ છે.
- આ ટ્રેનમાં ડ્રાઇવરની કેબિન પણ વાતાનુકુલિત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે