IPL-14 માં '171'ની માયાજાળ, આ સ્કોર પર કેમ અટકી જાય છે પહેલાં બેટિંગ કરનારાની ઈનિંગ્સ?
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)-14ની છેલ્લી ત્રણ મેચમાં એક અનોખો સંયોગ જોવા મળ્યો છે. આ ત્રણેય મેચમાં પહેલા બેટિંગ કરનારી ટીમનો દાવ 20 ઓવરમાં 171 પર અટકી ગયો છે.
- છેલ્લી 3 મેચમાં પહેલા બેટિંગ કરનારી ટીમે 171 રન બનાવ્યા
ત્રણમાંથી બે મેચમાં ચેઝ કરનારી ટીમે જીત મેળવી
એક મેચમાં પહેલા બેટિંગ કરનારી વિજય મેળવ્યો
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે IPL-14ની સિઝનમાં અનેક નવા રેકોર્ડ બની રહ્યા છે. તો છેલ્લી ત્રણ મેચમાં એક અનોખો સંયોગ પણ જોવા મળ્યો. આ ત્રણેય મેચમાં પહેલા બેટિંગ કરનારી ટીમનો દાવ 20 ઓવરમાં 171 રને પૂરો થઈ ગયો. આ મેચ રૉયલ ચેલેન્ઝર્સ બેંગ્લોર (RCB)- દિલ્લી કેપિટલ્સ (DD), સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)- ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રૉયલ્સ (RR)- મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની વચ્ચે રમાઈ.
પહેલી મેચ:
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી મેચમાં RCBએ પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના ભોગે 171 રન બનાવ્યા. જવાબમાં દિલ્લીની ટીમ 20 ઓવરમાં 4 વિકેટે 170 રન જ બનાવી શકી. RCB આ મેચ 1 રનથી જીતવામાં સફળ રહી.
બીજી મેચ:
તેના પછી બુધવારે દિલ્લીમાં CSK અને સનરાઈઝર્સ વચ્ચે મેચ રમાઈ. જેમાં પહેલા બેટિંગ કરતાં SRHની ટીમે 20 ઓવરમાં 171 રન બનાવ્યા. CSKએ 172 રનના લક્ષ્યને 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો.
ત્રીજા મેચ:
ગુરુવારે દિલ્લીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાનની વચ્ચે મેચ રમાઈ. આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને રાજસ્થાનને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. સંજુ સેમસનની કેપ્ટનશીપમાં ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે લક્ષ્યાંકને 18.3 ઓવરમાં 3 વિકેટે હાંસલ કરી લીધો.
આ ત્રણેય મેચમાંથી બે મેચમાં રન ચેઝ કરનારી ટીમે બાજી મારી. જ્યારે એક મેચમાં પહેલા બેટિંગ કરનારી ટીમે જીત મેળવી. આ મેચ RCB અને દિલ્લી કેપિટલ્સ વચ્ચે હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે