IPL 2021: ડેવિડ વોર્નરે રચ્યો ઈતિહાસ, કોહલી, રોહિતને પાછળ રાખી બન્યો પ્રથમ ખેલાડી

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે આઈપીએલમાં મોટી સિદ્ધિ મેળવી છે. તેણે આ ટૂર્નામેન્ટમાં 50મી અડધી સદી ફટકારી છે. તે આમ કરનાર પ્રથમ બેટ્મસેન છે. 

IPL 2021: ડેવિડ વોર્નરે રચ્યો ઈતિહાસ, કોહલી, રોહિતને પાછળ રાખી બન્યો પ્રથમ ખેલાડી

નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ આઈપીએલના 23મા મુકાબલામાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ધીમી ઈનિંગ રમી અને 55 બોલનો સામનો કરતા બે છગ્ગા તથા 3 ચોગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરની આઈપીએલમાં આ 50મી અડધી સદી છે. તે આઈપીએલના ઈતિહાસમાં 50મી અડધી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. 

આઈપીએલમાં 50મી અડધી સદી
વોર્નરના નામે હવે આઈપીએલમાં 50 અડધી સદી થઈ ગઈ છે. તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન છે. તેણે 148મી મેચમાં આ રેકોર્ડ બનાવ્યો છે. વોર્નરના નામે આઈપીએલમાં 5447 રન છે. ચાર સદી પણ વોર્નરે ફટકારી છે. ત્યારબાદ શિખર ધવન છે. ધવનના નામે 43 અડધી સદી છે. તો વિરાટ કોહલી અને રોહિત શર્માએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 40-40 અડધી સદી ફટકારી છે. 

ટી20 ક્રિકેટમાં ડેવિડ વોર્નરના 10,000 રન પૂરા
ડેવિડ વોર્નરે સીએસકે સામે પોતાની અડધી સદી દરમિયાન ટી20 ક્રિકેટમાં 10 હજાર રન પણ પૂરા કર્યા છે. તે આ સિદ્ધિ મેળવનાર ચોથો બેટ્મસેન બન્યો છે. વોર્નર પહેલા ટી20 ક્રિકેટમાં ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ અને શોએબ મલિક આ કમાલ કરી ચુક્યા છે. ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં ક્રિસ ગેલ પ્રથમ નંબર પર છે, તો પોલાર્ડ બીજા અને શોએબ મલિક ત્રીજા સ્થાને છે. તો ડેવિડ વોર્નરના હવે ટી20 ક્રિકેટમાં 10,017 રન થઈ ગયા છે. 

ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-4 બેટ્સમેન

13,839 રન- ક્રિસ ગેલ

10,694 રન- કિરોન પોલાર્ડ

10,488 રન - શોએબ મલિક

10,017 રન - ડેવિડ વોર્નર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news