CSK vs SRH: હૈદરાબાદની સામે ચેન્નઈના બેટ્સમેનોની થશે પરીક્ષા, વોર્નર-ધોની આમને સામને


ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની 29મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થવાનો છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ધોનીની ટીમ સારૂ પ્રદર્શન કરી શકી નથી. તેવામાં બંન્ને ટીમ માટે જીત ખુબ જરૂરી છે. 

CSK vs SRH: હૈદરાબાદની સામે ચેન્નઈના બેટ્સમેનોની થશે પરીક્ષા, વોર્નર-ધોની આમને સામને

દુબઈઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ જ્યારે મંગળવારે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ઉતરશે તો તેની નજર પોતાના ગુમાવેલા ફોર્મને બીજીવાર હાસિલ કરવા પર હશે. ત્રણ વખતની વિજેતા સીએસકે છેલ્લી સાત મેચોમાં માત્ર બે મેચ જીતી શકી છે. 

આઈપીએલમાં ક્યારેય બન્યું નથી કે ચેન્નઈની ટીમ રમી અને પ્લેઓફમાં ન પહોંચી હોય. તેનો કેપ્ટન એમએસ ધોની દર વખતે ટીમને ટોપ-4મા લઈ જાય છે, પરંતુ આ વખતે તે મુશ્કેલ અને કહો તો અસંભવ લાગી રહ્યું છે. જોવાનું રહેશે કે જાદૂઈ કેપ્ટન ધોની શું જાદૂ કરે છે. તે માટે જરૂરી છે કે તેના બેટ્સમેન સારૂ પ્રદર્શન કરે. ધોનીએ પાછલી મેચમાં સ્વીકાર્યુ હતુ કે તેની ટીમની બેટિંગમાં તમામ ખામીઓ છે, જેના પર કામ કરવાની જરૂર છે. શું ફેરફાર, ક્યા સુધાર ધોની અને ટીમ મેનેજમેન્ટ કરે છે તે જોવાનું રહેશે. શેન વોટસન અને ફાફ ડુ પ્લેસિસ સિવાય કોઈ અન્ય બેટ્સમેન ફોર્મમાં નથી. 

અંબાતી રાયડૂ વાપસી બાદ ખાસ કરી શક્યો નથી. કેદાર જાધવના સ્થાને પાછલી મેચમાં એન. જગદીશનને તક આપવામાં આવી હતી. તેણે સારી પણ ધીમી બેટિંગ કરી હતી. ધોની, જાડેજા અને ડ્વેન બ્રાવો પણ તે પ્રકારની ઈનિંગ રમી શક્યા નથી જેની ટીમને જરૂર છે. આ બધી ચિંતાઓ ચેન્નઈ માટે છે જેનો ઉકેલ લાવવાનો છે. 

બોલિંગમાં ટીમ સારૂ કરી રહી છે. તેના બોલર વિપક્ષી ટીમને વધુ રન બનવવા દેતા નથી. શાર્દુલ ઠાકુરને શરૂઆતી મેચમાં તક ન મળી પરંતુ હવે તે સારૂ કરી રહ્યો છે. દીપક ચાહર પણ લયમાં છે. સેમ કરનની બોલિંગથી ધોની ખુશ છે. સ્પિનમાં જાડેજા અને કરણ શર્મા છે. ચેન્નઈએ હૈદરાબાદ વિરુદ્ધ પોતાની બેટિંગ પર ધ્યાન આપવું પડશે કારણ કે તેની બોલિંગ દમદાર છે. ટી નટરાજન, ખલીલ અહમદે ભુવનેશ્વરની ખોટ પડવા દીધી નથી. સ્પિનમાં ટીમની પાસે રાશિદ ખાનના રૂપમાં મોટુ હથિયાર છે. પરંતુ રવિવારે હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. 

બેટિંગમાં જોની બેયરસ્ટો અને ડેવિડ વોર્નર ફોર્મમાં છે તો મનીષ પાંડેએ રાજસ્થાન વિરુદ્ધ અડધી સદી પટકારી હતી. કેન વિલિયમસન પણ ટીમ પાસે છે. હૈદરાબાદ માટે જરૂરી છે કે આ ચારેય બેટ્સમેનમાંથી કોઈને કોઈ ચાલે અને અંત સુધી રમે બાકી સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં ટીમને મુશ્કેલી પડે છે. પ્રિયમ ગર્ગ અને અભિષેક શર્મા નિચલા ક્રમમાં છે પરંતુ તે સતત સારૂ પ્રદર્શન કરી શક્યા નથી. બંન્નેની પાસે ક્ષમતા તો છે પણ અનુભવની કમી છે. \

કોલકત્તા તરફથી આંદ્રે રસેલ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ એક-એક વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news