ગુજરાતના કોકિલા કહેવાતા કૌમુદી મુનશીનું નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

કૌમુદી મુનશીના નિધનથી ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રને મોટી ખોટ પડી છે. બે દિવસ પહેલા કૌમુદી મુનશીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

ગુજરાતના કોકિલા કહેવાતા કૌમુદી મુનશીનું નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતી સાહિત્ય જગતમાંથી વધુ એક શખ્સિયતની વિદાય થઈ છે. ‘ગુજરાતના કોકિલા’ કહેવાતા ગાયિકા કૌમુદી મુનશી (kaumudi munshi) નું 91 વર્ષની વયે  નિધન થયું છે. કોરોના વાયરસની ઝપેટમાં આવેલા પીઢ ગાયિકાએ મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધો હતો. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) એ તેઓને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી કે, ગુજરાતી સુગમ સંગીતનાં શિરમોર ગાયિકા કૌમુદી મુનશીના અવસાનથી દુઃખ અનુભવું છું. ગુજરાતી સુગમ સંગીતને લોકપ્રિય બનાવવામાં તેમનું યોગદાન સંગીતપ્રેમી પેઢીઓ માટે હંમેશા યાદગાર રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના..ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

ગુજરાતી સાહિત્ય જગતને મોટી ખોટ
કૌમુદી મુનશીના નિધનથી ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રને મોટી ખોટ પડી છે. બે દિવસ પહેલા કૌમુદી મુનશીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના બાદ તેઓને હોસ્પિટલમા સારવાર માટે દાખલ કરાયા હતા. પરંતુ તેઓ કોરોનાને માત આપી શક્યા ન હતા. સોમવારે મોડી રાત્રે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. 

No description available.

કૌમુદી મુનશીનું મૂળ વતન વડનગર હતું. પરંતુ તેમનો જન્મ વારાણસીમાં થયો હતો. કારણ કે, તેમનો પરિવાર કાશીમાં સ્થાયી થયો હતો. તેમનો પરિવાર પહેલેથી જ સાહિત્ય પ્રેમી રહ્યો છે. તેથી તેઓ બાળપણથી જ સંગીત તરફ વળ્યા હતા. પ્રસિદ્ધ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંતી તેઓએ સંગીત સાથે બીએની પદવી મેળવી હતી. જેના બાદ સિદ્ધેશ્વરી દેવી પાસેથી ઠુમરીની તાલીમ લીધી હતી. પ્રખ્યાત સંગીતગાર અને ગીતકાર નીનુ મજમુદાર સાથે તેઓએ લગ્ન કર્યા હતા. 

કૌમુદી મુનશીના લોકપ્રિય ગીતો.... 
‘અલી ઓ બજાર વચ્ચે બજાણિયો’, ‘નવી તે વહુના હાથમાં રૂમાલ’, 'નહિ મેલું રે નંદજીના લાલ',  'વાંકાબોલી આ તારી વરણાગી વાંસળી', 'જાઓ, જાઓ, જ્યાં રાત ગુજારી', 'કોઈ આઘે આઘેથી વેણુ વાય છે', 'જીવન મળ્યું જીવનની પછી વેદના મળી' જેવા તેમના લોકપ્રિય ગીતો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news