Hockey World Cup 2018: જ્યાં સુધી અમ્પાયરિંગનું સ્તર નહીં સુધરે, આવા પરિણામ આવશેઃ હરેન્દ્ર
હોકી વિશ્વ કપના ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ સામે મળેલી હાર પર પ્રતિક્રિયા આપતા ભારતીય ટીમના કોચ હરેન્દ્ર સિંહે ખરાબ અમ્પાયરિંગને જવાબદાર ઠેરવી છે. કોચે કહ્યું કે, હોકીમાં અમ્પાયરિંગના સ્તર પર સુધારાની ખૂબ જરૂર છે.
Trending Photos
ભુવનેશ્વરઃ નેધરલેન્ડના હાથે વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઇનલમાં મળેલી હાર બાદ અમ્પાયરિંગ પર આંગળી ઉઠાવતા ભારતીય હોકી ટીમના કોચ હરેન્દ્ર સિંહે કહ્યું કે, ખરાબ અમ્પાયરિંગે એશિયન ખેલ બાદ તેની ટીમ પાસેથી કપ જીતવાની તક છીનવી લીધી છે. નેધરલેન્ડ સામે 1-2થી હાર્યા બાદ હરેન્દ્રએ પત્રકાર પરિષદમાં કહ્યું, મને સમજાતું નથી કે અમિત રોહિદાસને 10 મિનિટનું યલો કાર્ડ કેમ દેખાડવામાં આવ્યું, જ્યારે મનપ્રીતને ધક્કો માનવા પર પણ ડચ ખેલાડીને કોઈ કાર્ડ ન મળ્યું. અમે એશિયન ગેમ્સ બાદ વિશ્વકપ જીતવાની તક પણ ખરાબ અમ્પાયરિંગને કારણે ગુમાવી દીધી છે.
હરેન્દ્રએ કહ્યું, હું આ હાર માફી માંફી માગુ છું પરંતુ જ્યાં સુધી અમ્પાયરિંગનું સ્તર નહીં સુધરી અમે આવા પરિણામોનો સામનો કરતા રહીશું. ભારતીય કેપ્ટન મનપ્રીતે કહ્યું, બે મોટી ટૂર્નામેન્ટોમાં અમારી સાથે આમ થયું. લોકો અમને પૂછે છે કે, કેમ જીતતા નથી. અમારી ટીમના પ્રદર્શનમાં સુધારો થતો નથી પરંતુ અમે શું જવાબ આપીએ.
હરેન્દ્રએ ફરિયાદ નોંધવવાથી ઈન્કાર કરતા કહ્યું, મારા કરિયરમાં કોઈપણ વિરોધનું પરિણામ સારૂ રહ્યું નથી. અમે તેને ગરીમાની સાથે સ્વીકારીએ છીએ પરંતુ તટસ્થ અમ્પાયરિંગની માગ કરીએ છીએ. અમ્પાયરનો એક ખરાબ નિર્ણય કોઈપણ ટીમની 4-5 વર્ષની મહેનત પર પાણી ફેરવી દે છે.
હાર છતાં કોચે પોતાની ટીમના ખેલાડીઓની પ્રશંસા કરતા કહ્યું, તેણે લડન આપી તે માટે તેને સલામ કરૂ છું. બંન્ને ટીમોએ આક્રમક ગેમ રમી અને ઘણીવાર તમે યોગ્ય પોઝિશન પર નથી રહેતા કે સ્ટિક યોગ્ય જગ્યાએ ન હોય આ બધું થયા કરે છે. ગોલકીપર વિના જે રીતે મારા ખેલાડીઓ રમ્યા, તેને સલામ છે.
ભવિષ્ય વિશે પૂછવા પર તેમણે કહ્યું, અમે વિશ્વ કપ સુધીની રણનીતિ બનાવી હતી. હવે હોકી ઈન્ડિયાની સાથે બેસીને આગળ માટે વિચારશું. અમે પ્રો લીગમાં રમી રહ્યાં નથી પરંતુ જ્યાં પણ હશે, અમે જશું જેથી ટેસ્ટ મેચ રમી શકાય.
બીજીતરફ ડચ કોચ મૈક્સ કૈલડેસે અમ્પાયરિંગની આલોચનાને અયોગ્ય ગણાવતા કહ્યું, અમ્પાયરોએ મેચ રમી નથી, અમે રમ્યા અને જીત્યા. હાર બાદ આ પ્રકારની વાતો થાય છે, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં નિર્ણય અમારી વિરુદ્ધ ગયો હતો, જ્યારે અમે ભારત સામે મેચ ડ્રો રમી હતી. અમ્પાયર તેનું કામ કરે છે અને ખેલાડી તેનું.
આ તકે ડચ કેપ્ટન બિલી બાકેરે પણ અમ્પાયરના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું, અમને અમ્પાયરિંગમાં કોઈ ફરિયાદ નથી. ઘણીવાર નિર્ણયો ટીમના પક્ષમાં નથી હોતા પરંતુ તેનો સામનો કરવો પડે છે. અમારી ટીમ સારી હતી અને સ્થિતિ અનુરૂપ અમે સારૂ રમ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે