બુમરાહ-શમી-ઈશાંતની ત્રિપુટીએ તોડ્યો વેસ્ટ ઈન્ડિઝનો 34 વર્ષ જૂનો રેકોર્ડ

આ વર્ષે શાનદાર લયમાં બોલિંગ કરી રહેલા ભારતીય ફાસ્ટ બોલરોએ નવો કીર્તિમાન સ્થાપિત કરી દીધો છે. બુમરાહ, શમી અને ઈશાંતની ત્રિપુટીએ એક વર્ષમાં સૌથી વધુ વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝનો 34 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. 
 

બુમરાહ-શમી-ઈશાંતની ત્રિપુટીએ તોડ્યો વેસ્ટ ઈન્ડિઝનો 34 વર્ષ જૂનો રેકોર્ડ

નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં એક સમયમાં વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરોનો જમાનો હતો. એક જમાનામાં માઇકલ હોલ્ડિંગ, મૈલ્કમ માર્શ અને જોએલ ગાર્નરના આગ ઝરતા બોલનો સામનો કરવામાં બેટ્સમેને કાંપતા હતા. પરંતુ આ વિતેલા સમયની વાત છે. આજે ફાસ્ટ બોલિંગમાં ટીમ ઈન્ડિયાનો દબદબો છે. ગત એક વર્ષમાં વિદેશોમાં ક્રિકેટ રમી રહેલા ભારતીય ફાસ્ટ બોલરોએ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરોનો 34 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો ચે. જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમીની જોડીએ એક કેલેન્ડર વર્ષમાં 131 વિકેટ પોતાના નામે કરી છે. આ ત્રિપુટીએ વેસ્ટ ઈન્ડિઝના ત્રિપુટી (માર્શ, હોલ્ડિંગ અને ગાર્નર)ના 1984 બનાવેલી 130 વિકેટનો રેકોર્ડ તોડી દીધો છે. 

વર્ષ 1984મા વેસ્ટ ઈન્ડિઝના ત્રણેય ફાસ્ટ બોલરોની ત્રિપુટીએ એક વર્ષમાં મળીને 130 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ અત્યાર સુધી કોઈપણ ટીમના ત્રણ ફાસ્ટ બોલરોએ મળીને એક કેલેન્ડર વર્ષમાં 130 વિકેટના આંકડાને પાર કર્યો નથી. પરંતુ આ વર્ષે ભારતીય ખેલાડીની ત્રિપુટીએ આ આંકડાને પાર કરીને નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 

ટીમ ઈન્ડિયા માટે આ વર્ષે જસપ્રીત બુમરાહે 9 ટેસ્ટ રમીને 46 વિકેટ પોતાના નામે કરી છે, તો તેના બીજા જોડીદાર મોહમ્મદ શમીએ (12 ટેસ્ટમાં) આટલી વિકેટ પોતાના નામે કરી છે, તેણે 46 વિકેટ પૂરી કરવા માટે બુમરાહથી ત્રણ ટેસ્ટ વધુ રમી છે. આ સિવાય ઈશાંત શર્માએ 11 ટેસ્ટ મેચ રમીને 39 વિકેટ ઝડપી છે. 

એક વર્ષમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ત્રિપુટીની વાત કરીએ તો આ મામલામાં ભારત, વેસ્ટ ઈન્ડિઝ બાદ ત્રીજા સ્થાને સાઉથ આફ્રિકન ટીમનું નામ આવે છે. વર્ષ 2008મા સાઉથ આફ્રિકા માટે મોર્ને મોર્કલ, મકાયા નિતિની અને ડેલ સ્ટેને મળીને 124 વિકેટ પોતાના નામે કરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news