આ તે આશ્રય ગૃહ કે અત્યાચાર ગૃહ? માસૂમ બાળાઓના પ્રાઈવેટ પાર્ટમાં મરચાની ભૂકી ભરી દેવાતી
દિલ્હીના એક શેલ્ટર હોમમાં છોકરીઓ પર અત્યાચારને લઈને એક હચમચાવી નાખે તેવી વાત સામે આવી છે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીના એક શેલ્ટર હોમમાં છોકરીઓ પર અત્યાચારને લઈને એક હચમચાવી નાખે તેવી વાત સામે આવી છે. શેલ્ટર હોમમાં રહેતી છોકરીઓને શારીરિક અને માનસિક યાતનાઓ આપવામાં આવી. તેમના પ્રાઈવેટ પાર્ટ્સમાં મરચાની ભૂકી નાખવાની વાત પણ સામે આવી છે. દિલ્હી મહિલા આયોગે આ વાત શુક્રવારે જણાવી. આયોગે કહ્યું કે શેલ્ટર હોમના કર્મચારીઓએ ત્યાં રહેતી છોકરીઓ સાથે કથિત રીતે દુર્વ્યવ્હાર કર્યો હતો. ત્યારબાદ પોલીસે ફરિયાદ દાખલ કરી.
દિલ્હી મહિલા આયોગના એક નિવેદનમાં જણાવાયું છે કે ગુરુવારે દિલ્હીમાં આશ્રયગૃહોના નિરીક્ષણ દરમિયાન ડીસીડબલ્યુના સભ્યોએ શેલ્ટર હોમના અનુભવોને જાણવા માટે 6-15 વર્ષની ઉંમરની બાળાઓ સાથે વાતચીત કરી હતી.
દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આવેલા આ શેલ્ટર હોમનાં કેટલીક મોટી છોકરીઓએ ગડબડીનો આરોપ લગાવીને કહ્યું હતું કે મહિલા કર્મચારીઓએ સજા આપવા માટે તેમના પ્રાઈવેટ ભાગમાં મરચાની ભૂકી નાખી હતી. એમ પણ કહેવાયું કે તેમને મરચાનો પાઉડર ખાવા માટે મજબુર પણ કરાયા હતાં. એમ પણ કહ્યું કે બાળકો તરફથી કોઈ પણ ખોટો વ્યવહાર તેમના માટે ગંભીર સજા સાબિત થાય છે.
દિલ્હી મહિલા આયોગના નિવેદનમાં કહેવાયું છે કે શેલ્ટર હોમમાં પૂરતો સ્ટાફ ન હોવાના કારણે કિશોરીઓને કપડાં વાસણ કરવા, રૂમ સાફ સફાઈ કરવા, શૌચાલયની સફાઈ અને રસોઈ ઘરના અન્ય કામો માટે મજબુર કરાતી હતી. 22 છોકરીઓ અને કર્મચારીઓ માટે શેલ્ટર હોમમાં ફક્ત એક રસોઈયો હતો અને ભોજનની ગુણવત્તા પણ સારી નહતીં.
એમ પણ કહેવાયું કે સગીર યુવતીઓએ ફરિયાદ કરી કે તેમને પોતાના રૂમ સાફ નહીં રાખવા બદલ અને કર્મચારીઓની વાત ન માનવાના કારણે ત્રાજવાથી પીટાઈ કરાઈ હતી. ઉનાળુ રજાઓમાં પણ તેમને ઘરે જવા દેવામાં આવતા નહતાં.
સમિતિના સભ્યોએ દિલ્હી મહિલા આયોગ પ્રમુખ સ્વાતિ માલીવાલની સાથે બાળકીઓના આ આરોપોને શેર કર્યાં. ત્યારબાદ સ્વાતિ માલિવાલે તરત દ્વારકા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસને ફોન કર્યો અને સીનીયર પોલીસ અધિકારીઓને શેલ્ટર હોમ મોકલાયા હતાં. તેમણે બાળકીઓના નિવેદનો નોંધ્યાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે