દુનિયાના 4 ખતરનાક બેટ્સમેન જે ઝીરો પર ક્યારેય નથી થયા આઉટ! ભારતનો સ્ફોટક બેટ્સમેન પણ સામેલ

ક્રિકેટના ઈતિહાસમાં એક કરતા વધારે એવા બેટ્સમેન રહ્યા છે, જેમણે રન અને સદી ફટકારી છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા નસીબદાર બેટ્સમેન છે. જેઓ પોતાની કારકિર્દીમાં ક્યારેય શૂન્ય પર આઉટ થયા નથી.

દુનિયાના 4 ખતરનાક બેટ્સમેન જે ઝીરો પર ક્યારેય નથી થયા આઉટ! ભારતનો સ્ફોટક બેટ્સમેન પણ સામેલ

નવી દિલ્હીઃ ક્રિકેટની જન્મદાતા ભલે ઈંગ્લેન્ડ કહેવાતી હોય પણ આ રમતને ભારતીયોએ પોતાના દિલમાં વસાવી લીધી છે. ક્રિકેટ એ ભારતમાં હવે કોઈ ધર્મથી કમ નથી. હિન્દુ હોય કે મુસ્લિમ, શીખ હોય કે ઈસાઈ વાત જ્યારે ક્રિકેટની હોય અને એમાંય વાત જ્યારે ઈન્ડિયન ક્રિકેટની હોય ત્યારે તો સબ ભાઈ-ભાઈ જ થઈ જાય છે. ત્યારે ક્રિકેટની આ રમતમાં જ્યા એક તરફ ભારત રત્નથી સન્માનિત સચિન તેંડુલકરને ગોડ ઓફ ક્રિકેટની ઉપાધિ મળી છે, ત્યાં બીજી તરફ ક્રિકેટની આ રમતમાં સતત નવા નવા રેકોર્ડ બનતા રહે છે અને જુના રેકોર્ડ તૂટતા રહે છે. ત્યારે ક્રિકેટના ઈતિહાસમાં એક કરતા વધારે એવા બેટ્સમેન રહ્યા છે, જેમણે રન અને સદી ફટકારી છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા નસીબદાર બેટ્સમેન છે. જેઓ પોતાની કારકિર્દીમાં ક્યારેય શૂન્ય પર આઉટ થયા નથી.

જેક્સ રોડાલ્ફ (દક્ષિણ આફ્રિકા)-
દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન જેક્સ રોડલોએ 45 વનડેમાં 1174 રન બનાવ્યા છે. જેમાં 7 અડધી સદીનો પણ સમાવેશ થાય છે, તે 6 વખત અણનમ પણ રહ્યો છે, જેક્સનો વનડેમાં સર્વોચ્ચ સ્કોર 81 રન છે અને તે આજ સુધી શૂન્ય પર આઉટ થયો નથી.

યશપાલ શર્મા (ભારત)-
આ યાદીમાં ભારતના આ પૂર્વ બેટ્સમેનનો પણ સમાવેશ થાય છે, યશપાલ શર્માએ 42 વનડેમાં 883 રન બનાવ્યા છે અને 4 અડધી સદી પણ ફટકારી છે. વનડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 89 રન છે. આ ભારતીય બેટ્સમેન પણ વન ડેમાં ક્યારેય શૂન્ય પર આઉટ થયો નથી.

પીટર ક્રિસ્ટન (દક્ષિણ આફ્રિકા)-
દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન પીટર ક્રિસ્ટન ત્રણ વર્ષ સુધી ક્રિકેટ રમ્યા, પરંતુ આ બેટ્સમેન ક્યારેય શૂન્ય પર આઉટ થયો ન હતો. પીટરે ત્રણ વર્ષમાં 40 વનડે રમી અને 1293 રન બનાવ્યા. જેમાં 9 અડધી સદી સામેલ છે. આ ઇનિંગ દરમિયાન પીટર પણ 6 વખત અણનમ રહ્યો હતો. વનડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 97 રન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news