India vs SA: સ્ટમ્પ આઉટ થઈને પણ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો અનોખો રેકોર્ડ

રોહિત શર્મા પ્રથમ વખત ટેસ્ટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતર્યો હતો. તેણે આ તકનો લાભ ઉઠાવતા શાનદાર 176 રન ફટકાર્યા હતા. 

India vs SA: સ્ટમ્પ આઉટ થઈને પણ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો અનોખો રેકોર્ડ

નવી દિલ્હીઃ India vs South Africa test cricket 2019: ભારત તરફથી રોહિત શર્મા (Rohit Sharma)એ સાઉથ આફ્રિકા વિરુદ્ધ પ્રથમવાર ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગની શરૂઆત કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમવાર ઓપનિંગ બેટિંગ કરતા ઓપનર તરીકે પોતાની પ્રથમ ઈનિંગમાં 176 રન બનાવીને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યાં છે. આ તમામ રેકોર્ડ્સ વચ્ચે રોહિતે પોતાના નામે એક અનોખો રેકોર્ડ બનાવ્યો અને તે પણ સ્ટમ્પ આઉટ થઈને. 

રોહિત થયો સ્ટમ્પ આઉટ, તો પણ બની ગયો એક રેકોર્ડ
પોતાના ઓપનિંગ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં રોહિત શર્મા સ્ટમ્પ આઉટ થયો હતો. રોહિતે આફ્રિકી સ્પિનર કેશન મહારાજના બોલ પર આઉટ થયો હતો. સ્ટમ્પ આઉટ થતાં રોહિતની શાનદાર ઈનિંગનો અંત આવ્યો હતો. રોહિતે આ રીતે આઉટ થઈને એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હવે તે ભારતનો એવો પ્રથમ ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે જે સૌથી વધુ રન બનાવીને સ્ટમ્પ આઉટ થયો છે. રોહિત આ મેચમાં 176 રન પર આઉટ થયો હતો. આ પહેલા રેકોર્ડ મુરલી વિજયના નામે હતો. 2017મા શ્રીલંકા વિરુદ્ધ દિલ્હી ટેસ્ટમાં મુરલી વિજય 155 રન બનાવી સ્ટમ્પ આઉટ થયો હતો. એમએસ ધોની અને રાહુલ દ્રવિડ પણ 148ના સ્કોર પર ટેસ્ટ ક્રિકેટમાં સ્ટમ્પ આઉટ થયા છે. 

ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવી સ્ટમ્પ આઉટ

- 176 રોહિત શર્મા વિરુદ્ધ આફ્રિકા, વિઝાગ 2019

- 155 મુરલી વિજય વિરુદ્ધ લંકા, દિલ્હી 2017

- 148  રાહુલ દ્રવિડ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લીડ્સ 2002

- 148 એમએસ ધોની વિરુદ્ધ પાક, ફૈસલાબાદ, 2006

રોહિત શર્મા કમાલનો બેટ્સમેન છે અને એવું માનવામાં આવી રહ્યું હતું કે ટેસ્ટમાં ઓપનર તરીકે શાનદાર બેટિંગ કરી શકે છે. રોહિતે બધાની આશા પ્રમાણે શાનદાર બેટિંગ કરી હતી. તેણે ટેસ્ટમાં ઓપનર તરીકેને પ્રથમ ઈનિંગમાં સદી ફટકારી દીધી હતી. રોહિત શર્મા ભારતનો એકમાત્ર બેટ્સમેન બની ગયો છે, જેણે ઓપનર તરીકે તમામ ફોર્મેટમાં સદી ફટકારી છે. તે ઓપનર તરીકે વનડે અને ટી20મા 20 સદી ફટકારી ચુક્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news