India vs Australia: વિરાટ કોહલીએ તોડ્યો Sachin Tendulkar નો રેકોર્ડ

ટીમ ઈન્ડિયા ભલે ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ હારી ચૂકી છે પરંતુ કેપ્ટન વિરાટ કોહલી એક પછી એક નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યા છે. આજે કેનબરામાં મનુકા ઓવલમાં તેમણે ફરીથી એકવાર નવો મુકામ હાંસલ કર્યો. 12 રનના વ્યક્તિગત સ્કોર પર પહોંચતા જ વનડે કરિયરમાં 12 હજાર રન પૂરા કર્યા. 

India vs Australia: વિરાટ કોહલીએ તોડ્યો Sachin Tendulkar નો રેકોર્ડ

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા ભલે ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ હારી ચૂકી છે પરંતુ કેપ્ટન વિરાટ કોહલી એક પછી એક નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યા છે. આજે કેનબરામાં મનુકા ઓવલમાં તેમણે ફરીથી એકવાર નવો મુકામ હાંસલ કર્યો. 12 રનના વ્યક્તિગત સ્કોર પર પહોંચતા જ વનડે કરિયરમાં 12 હજાર રન પૂરા કર્યા. આ સાથે જ વિરાટ કોહલીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્દુલકરનો 50 ઓવરના વનડે ફોર્મેટમાં સૌથી ઝડપી 12000 રનનો રેકોર્ડ તોડી નાખ્યો. 

વિરાટ કોહલી આ રેકોર્ડ બનાવનારા વનડે ઈતિહાસના છઠ્ઠા બેટ્સમેન બની ગયા છે. 50 ઓવરની ક્રિકેટ ગેમમાં સૌથી વધુ રન માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્દુલકરના નામે છે. સચિને 463 વનડેમાં 18426 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કુમાર સાંગાકારા (14234), રિકી પોન્ટિંગ (13704), સનથ જયસૂર્યા (13430), મહિલા જયવર્ધને (12650) પણ આ યાદીમાં સામેલ છે. 

He's the fastest to achieve this feat 🔥🔥#TeamIndia pic.twitter.com/5TK4s4069Y

— BCCI (@BCCI) December 2, 2020

વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમ તરફથી 251 વનડે મેચ રમી છે. આ દમરિયાન તેમણે 43 સદી અને 59 અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલી જ્યારે રિટાયર થશે ત્યારે તેમના નામે અનેક રેકોર્ડ નોંધાઈ ચૂક્યા હશે. વનડેમાં તેમના નિશાના પર સચિનનો સદીનો રેકોર્ડ છે. સચિને 50 ઓવરના ફોર્મેટમાં 49 સદી ફટકારી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news