મેરીકોમ-નિખત વિવાદ પર બોલ્યા કિરણ રિજિજૂ, કહ્યું- ભારતને બંન્ને પર ગર્વ

કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ સોમવારે કહ્યું કે, મેદી કોમ દિગ્ગજ ખેલાડી છે તો નિખત ઝરીન શાનદાર બોક્સર છે. 
 

મેરીકોમ-નિખત વિવાદ પર બોલ્યા કિરણ રિજિજૂ, કહ્યું- ભારતને બંન્ને પર ગર્વ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ (kiren rijiju) સોમવારે કહ્યું કે, મેરી કોમ (mary kom) દિગ્ગજ ખેલાડી છે તો નિખત ઝરીન (nikhat zareen) શાનદાર બોક્સર છે. તેનામાં છ વખતની  વિશ્વ વિજેતા બોક્સરના પગલા પર ચાલવાની ક્ષમતા છે, અને તેથી ભારતને બંન્ને પર ગર્વ છે. બંન્ને ખેલાડી છેલ્લા કેટલાક મહિનાથી રિંગની બહાર ચર્ચામાં હતા અને હાલમાં રિંગમાં ઉતર્યા બાદ પણ ચર્ચામાં છે. 

રિજિજૂએ ટ્વીટ કર્યું, 'તેના પર ઘણી પ્રકારના મુદ્દા બનાવી દેવામાં આવ્યા છે. મેરી કોમ મહાન બોક્સર છે, તેણે તે બધુ હાસિલ કર્યું છે, જે અમેચ્ચોર બોક્સિંગમાં બીજુ કોઈ હાસિલ કરી શક્યું નથી. નિખત શાનદાર બોક્સર છે, જેનામાં મેરી કોમના પગલા ર ચાલવાની ક્ષમતા છે. ભારતને બંન્ને પર ગર્વ છે.'

— Kiren Rijiju (@KirenRijiju) December 30, 2019

ખેલ પ્રધાનનું આ નિવેદન બંન્ને બોક્સરો વચ્ચે ઓલિમ્પિક ક્વોલિફાયર ટ્રાયન્સની ફાઇનલ મેચ બાદ ઉભા થયેલા વિવાદ બાદ આવ્યું છે. મેરી કોમે નિખતને ફાઇનલમાં 9-1થી પરાજય આપ્યો અને ચીનમાં યોજાનારા ઓલિમ્પિક ક્વોલિફાયરની ટિકિટ કપાવી છે. મેચ બાદ મેરી કોમે નિખત સાથે હાથ મિલાવ્યો નહતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news