IND vs ZIM: ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું, ગ્રુપમાં ટોપ પર રહીને ભારતની સેમીમાં એન્ટ્રી

ICC T20 World Cup 2022: સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે અંતિમ ગ્રુપ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવી વિજય સાથે સેમીફાઇનલમાં એન્ટ્રી કરી છે. 

IND vs ZIM: ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું, ગ્રુપમાં ટોપ પર રહીને ભારતની સેમીમાં એન્ટ્રી

મેલબોર્નઃ આઈસીસી ટી20 વિશ્વકપ  2022 (ICC T20 World Cup 2022) ના અંતિમ ગ્રુપ મેચમાં ભારતે ઝિમ્બાબ્વે (IND vs ZIM) ને 71 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે ગ્રુપમાં ટોપ પર રહીને સેમીફાઇનલમાં એન્ટ્રી કરી છે. ભારતની પાંચ મેચમાં ચાર જીત છે અને તેના ખાતામાં 8 પોઈન્ટ છે. હવે સેમીફાઇનલમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે. આજે ઝિમ્બાબ્વે સામે મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 186 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 17.2 ઓવરમાં 115 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

સૂર્યકુમાર યાદવ અને રાહુલની અડધી સદી
ભારત માટે કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરતા સતત બીજી અડધી સદી ફટકારી હતી. રાહુલે 35 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 51 રન બનાવ્યા હતા. તો સૂર્યકુમાર યાદવેદ પોતાનું ફોર્મ જાળવી રાખતા વધુ એક અડધી સદી ફટકારી હતી. સૂર્યકુમાર 25 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 61 રન બનાવી અણનમ રહ્યો હતો. 

રોહિત ફેલ, પંડ્યાએ કર્યા નિરાશ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા માત્ર 15 રન બનાવી આઉટ થયો હતો. તેણે 13 બોલનો સામનો કર્યો હતો. તો આ ટૂર્નામેન્ટમાં પ્રથમવાર રમવા ઉતરેલા રિષભ પંતે માત્ર 3 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 18 બોલમાં 18 રન બનાવી આઉટ થયો હતો. 

ભારત તરફથી આર અશ્વિને 4 ઓવરમાં 22 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય શમી અને હાર્દિક પંડ્યાના બે-બે વિકેટ મળી હતી. ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને એક-એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news