Keyboard પર કેમ આડા-અવળાં હોય છે અક્ષર? જાણો કેમ સળંગ નથી હોતા ABCD ના બટન
ઘણી વખત આપણે એવી વાતોથી અજાણ હોયે છે, જે આપણી આજુ બાજુ છે. તો ચાલો જણાવીએ તમને કીબોર્ડથી જોડાયેલી રોચક વાતો.
Trending Photos
નવી દિલ્લીઃ શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો ખરાં કે આપણે જે કોમ્પ્યુટર વાપરીએ છીએ એમાં કિ-બોર્ડમાં બધી કિ કે અવળી સવળી હોય છે. એટલેેકે, એબીસીડી એમ સળંગ કેમ નથી હોતી? આ સવાલનો જવાબ મેળવવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે. ઘણી વખત આપણે એવી વાતોથી અજાણ હોયે છે, જે આપણી આજુ બાજુ છે. તો ચાલો જણાવીએ તમને કીબોર્ડથી જોડાયેલી રોચક વાતો.
દરેકે બાળપણમાં જ્યારે નવું નવું કમ્પયુટર શીખવાનું શરૂ કર્યું હતું, ત્યારે કીબોર્ડ પર આલ્ફાબેટ શોધવામાં સમય લાગતો હતો. એક લાઈન ટાઇપ કરવા માટે મીનિટો લાગતી હતી. તે સમયે તમામે વિચાર્યું હશે કે કીબોર્ડ બનાવનાર કેટલો ના સમજ હશે કે લાઈનમાં ABCD લખવાની જગ્યાએ આવું કીબોર્ડ બનાવ્યું. પણ જ્યારે, મોટા થયા ત્યારે ખબર પડી કે આડા અવડા શબદોથી જ ધડાધડ કીબોર્ડ પર જોયા વગર ટાઇપિંગ થઈ શકે છે.
કીબોર્ડ માટે આખરે કેમ આ ફોર્મેટ નક્કી કરવામાં આવ્યો-
ABCD વાળા કીબોર્ડના કારણે ટાઇપરાઈટર પર લખવું મુશ્કેલ થતું હતું. મુખ્ય કારણ તો એ હતું કે શબ્દો ખુબ જ નજીક હોવાના કારણે ટાઇપિંગમાં પ્રોબ્લેમ થઈ રહી હતી. ત્યારે, અંગ્રેજી વર્ડસ્ માં સૌથી વધુ E,I,S,M નો ઉપયોગ થાય છે. જ્યારે, X, Y, Z જેવા આલ્ફાબેટ્સનો ઓછો ઉપયોગ થાય છે. જેથી વધારે મુશ્કેલી પડી રહી હતી. ત્યારે, 1870માં ઘણા બધા પરિક્ષણ બાદ QWERTY ફોર્મેટ અસતીત્વમાં આવ્યું.
કીબોર્ડનો ઈતિહાસ-
કીબોર્ડનો ઈતિહાસ ટાઇપરાઈટરથી જોડાયેલો છે. એટલે કે કમ્પયુટરના આવ્યા પહેલાંથી જ QWERTY કીબોર્ડનું ફોર્મેટ ચાલી આવી રહ્યું છે. વર્ષ 1868માં ક્રિશ્ટોફર લથામ શોલ્સ જેમણે ટાઇપાઈટર ઈન્વેન્ટ કર્યું હતું, તેમણે પહેલાં ABCD ફોર્મેટમાં કીબોર્ડ બનાવ્યું હતું. જે બાદ તેમને લાગ્યું કે જે સ્પીડમાં તેમને ટાઇપ કરવું હતું તે સ્પીડથી નથી થતું. સાથે અનેક Keysને લઈ પણ સમસ્યાઓ સામે આવી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે