T20 World Cup 2022: સેમીફાઇનલની લાઇનઅપ તૈયાર, કોહલીના લક્કી ગ્રાઉન્ડમાં રમશે ટીમ ઈન્ડિયા

T20 World Cup 2022: આઈસીસી ટી20 વિશ્વકપ હવે પોતાના અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. સુપર-12 સ્ટેજમાં તમામ ગ્રુપ મેચ પૂર્ણ થયા બાદ સેમીફાઇનલ માટેની ચાર ટીમ મળી ગઈ છે. ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડે સેમીમાં જગ્યા બનાવી છે. 
 

T20 World Cup 2022: સેમીફાઇનલની લાઇનઅપ તૈયાર, કોહલીના લક્કી ગ્રાઉન્ડમાં રમશે ટીમ ઈન્ડિયા

મેલબોર્નઃ આઈસીસી ટી20 વિશ્વકપ 2022 (ICC T20 World Cup 2022) માં સેમીફાઇનલની લાઇનઅપ નક્કી થઈ ગઈ છે. ગ્રુપ-1માંથી ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમે સેમીફાઇનલમાં એન્ટ્રી કરી છે. જ્યારે ગ્રુપ-2માંથી ભારત અને પાકિસ્તાનની ટીમ સેમીફાઇનલમાં પહોંચી છે. ભારતે પાંચમાંથી ચાર જીત સાથે કુલ 8 પોઈન્ટ મેળવ્યા છે અને ટીમ ઈન્ડિયા પોતાના ગ્રુપમાં ટોપ પર રહી છે. હવે ભારત ગુરૂવારે સેમીફાઇનલ મેચ રમશે. સેમીફાઇનલ અને ફાઇનલ મુકાબલામાં જો વરસાદ આવે તો રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. 

પ્રથમ સેમીફાઇનલઃ ન્યૂઝીલેન્ડ vs પાકિસ્તાન
આઈસીસી ટી20 વિશ્વકપની પ્રથમ સેમીફાઇનલ મેચ બુધવાર, 9 નવેમ્બરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ મેચમાં ગ્રુપ-1ની નંબર એક ટીમ ન્યૂઝીલેન્ડનો સામનો પાકિસ્તાન સામે થશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 1.30 કલાકે શરૂ થશે. નોંધનીય છે કે પાકિસ્તાને આજે બાંગ્લાદેશને હરાવી સેમીફાઇનલમાં એન્ટ્રી કરી છે. 

બીજી સેમીફાઇનલઃ ભારત vs ઈંગ્લેન્ડ
ભારતીય ટીમ ગ્રુપ-2માં પ્રથમ સ્થાને રહી છે. એટલે કે ભારતનો સામનો ગ્રુપ-1ની બીજી ટીમ ઈંગ્લેન્ડ સામે થશે. ભારત અને ઈંગ્લેન્ડ 10 નવેમ્બરે એડિલેડના મેદાન પર એકબીજા સામે ઉતરશે. રોહિત શર્માની સામે જોસ બટલરની ટીમનો પડકાર હશે. નોંધનીય છે કે એડિલેડનું મેદાન વિરાટ કોહલી માટે હંમેશા લક્કી રહ્યું છે. એટલે કે કોહલી ફરી પોતાના આ ખાસ મેદાન પર શાનદાર પ્રદર્શન કરી ભારતને ફાઇનલની ટિકિટ અપાવી શકે છે. 

13 નવેમ્બરે રમાશે ફાઇનલ
આઈસીસી ટી20 વિશ્વકપની પ્રથમ સેમીફાઇનલ બુધવાર 9 નવેમ્બરે સિડનીમાં રમાશે. જ્યારે બીજી સેમીફાઇનલ 10 નવેમ્બર, ગુરૂવારે એડિલેડ ઓવલ ખાતે રમાશે. ત્યારબાદ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 13 નવેમ્બર, રવિવારે ફાઇનલ જંગ રમાશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news